For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૬ ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

08:44 PM Nov 07, 2025 IST | revoi editor
ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૬ ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા
Advertisement

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ("કંપની") એ આજે નાણાકીય વર્ષ ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા.

Advertisement

આવક અને નફો:

  • આવક વાર્ષિક ધોરણે ૧૪ % વધીને ₹૩,૩૦૨ કરોડ રહી.
  • EBITDA* આવક વાર્ષિક ધોરણે ૧૫% વધીને ₹૧,૦૮૩ કરોડ રહી
  • ગ્રોસ માર્જિન ૭૬%, Op. EBITDA માર્જિન*: ૩૨.૮%
  • ટેક્સ બાદ ચોખ્ખો નફો ૩૦% ના વધારા સાથે ₹૫૯૧ કરોડ થયો

પર્ફોર્મન્સ સારાંશ : 

Advertisement

પરિણામQ2 FY26Q2 FY25YoY
%
H1 FY26H1 FY25YoY
%
Rs cr%Rs cr%Rs cr%Rs cr%
આવક૩,૩૦૨૨,૮૮૯૧૪%૬,૪૮૦૫,૭૪૮૧૩%
કુલ નફો૨.૫૦૨૭૬%૨,૨૧૧૭૭%૧૩%૪,૯૦૬૭૬%૪,૩૭૬૭૬%૧૨%
Op EBITDA*૧,૦૮૩૩૩%૯૩૯૩૩%૧૫%૨,૧૧૫૩૩%૧,૮૪૩૩૨%૧૫%
Exceptional item**(૧૩)૦%૦%-(૧૩)૦%૦%-
PAT૫૯૧૧૮%૪૫૩૧૬%૩૦%૧,૧૩૯૧૮%૯૧૦૧૬%૨૫%
R&D ખર્ચ૧૫૬૫%૧૪૫૫%૮%૩૧૩૫%૨૮૦૫%૧૨%

*અપવાદરૂપ વસ્તુઓ પહેલાં

** અપવાદરૂપ વસ્તુમાં જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડમાં નિયંત્રણ હિસ્સો મેળવવા માટે ચૂકવવામાં આવતી નિયમનકારી અને કાનૂની ફાઇલિંગ ફીનો સમાવેશ થાય છે..

ભારત:

  • ફોકસ થેરાપીમાં સારા પ્રદર્શનને કારણે ભારતમાં આવક ૧૨% વધીને ₹૧,૮૨૦ કરોડ રહી.
  • AIOCD સેકન્ડરી માર્કેટ ડેટા મુજબ, ક્વાર્ટર માટે IPM વૃદ્ધિ ૮% હતી.
  • ટોરેન્ટનો ક્રોનિક બિઝનેસ ૧૩% ના દરે વધ્યો જ્યારે IPM વૃદ્ધિ ૧૧% હતી
  • MAT ધોરણે, ટોરેન્ટે મજબૂત નવા લોન્ચ પ્રદર્શન દ્વારા ફોકસ થેરાપીમાં બજાર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે, IPM માં ટોચની ૫૦૦ બ્રાન્ડ્સમાં ટોરેન્ટની ૨૧ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. જેમાંથી ૧૫ બ્રાન્ડ્સનું વેચાણ રૂપિયા ૧૦૦ કરોડથી વધુ છે.
  • નાણાકીય વર્ષ ૨૬ ના પહેલા છ મહિનામાં, આવક રૂ. ૩,૬૩૧ કરોડ હતી, જે ૧૧% વધી હતી.

બ્રાઝિલ:

  • બ્રાઝિલની આવક ૨૧% વધીને ૩૧૮  કરોડ રૂપિયા રહી.
  • સતત ચલણની આવક ૧૩% વધીને R$ ૧૯૬ મિલિયન રહી.
  • IQVIA મુજબ ટોરેન્ટનો વૃદ્ધિ દર ૧૫% ટકા, જ્યારે બજારનો વૃદ્ધિ દર ૭% હતો.
  • ટોચની બ્રાન્ડના સારા પ્રદર્શન અને નવા લોન્ચના કારણે વૃદ્ધિ દરને વેગ મળ્યો.
  • ટોરેન્ટના નવા ૬૫ ઉત્પાદનો હાલમાં ANVISA પાસે સમીક્ષા હેઠળ છે.
  • નાણાકીય વર્ષ ૨૬ ના પહેલા છ મહિનામાં, આવક ૧૭% વધીને ૫૩૬ કરોડ રૂપિયા થઈ (સતત ચલણ આવક: ૧૪% વધીને R$ ૩૪૦ મિલિયન રહી.

અમેરિકા:

  • અમેરિકામાં કંપનીની આવક ૨૬% ના વધારા સાથે ₹૩૩૭ કરોડ રહી.
  • સતત ચલણની આવક ગત નાણાકીય વર્ષના બીજા ક્વોર્ટરની તુલનામાં ૨૧% ના વધારા સાથે $૩૯ મિલિયન રહી. તાજેતરમાં લોન્ચ કરાયેલ નવા ઉત્પાદનોએ બજારમાં લક્ષ્ય બજાર હિસ્સા પ્રાપ્ત કર્યા.
  • નાણાકીય વર્ષ ૨૬ ના પહેલા છ મહિનામાં આવક ૨૩% વધીને રૂ. ૬૪૬ કરોડ રહી (કોન્સ્ટન્ટ કરન્સી આવક ૧૮% વધીને $૭૫ મિલિયન રહી).

જર્મની :

  • જર્મનીની આવક ૫% વધીને ₹૩૦૩ કરોડ રહી.
  • કોન્સ્ટન્ટ કરન્સી આવક ૫% ના ઘટાડા સાથે ૩૦ મિલિયન યુરો રહી.
  • થર્ડ પાર્ટી સપ્લાયર તરફથી સપ્લાયમાં ઉભા થયેલ વિક્ષેપોના કારણે વૃદ્ધિ દર પ્રભાવીત થયો
  • નાણાકીય વર્ષ ૨૬ ના પહેલા છ મહિનામાં આવક ૭% વધીને ૬૧૨ કરોડ રૂપિયા રહી (કોન્સ્ટન્ટ કરન્સી આવક ૨% ના ઘટાડા સાથે ૬૨ મિલિયન યુરો રહી)
Advertisement
Tags :
Advertisement