For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા

07:13 PM May 20, 2025 IST | revoi editor
ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૪ ૨૫ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા
Advertisement

અમદાવાદ: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ("કંપની")એ આજે ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને વાર્ષિક નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. ટોરેન્ટ ફાર્માને નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરના પરિણામમાં ચોખ્ખા નફામાં 11 ટકાનો વધારો થયો છે. તેમજ અમન મહેતાની મેનેજિંગ ડિરેક્ટર કરીકે નિમણુંક કરાઈ છે.

Advertisement

આવક અને નફો:

  • આવક વાર્ષિક ધોરણે % વધીને,૯૫૯ કરોડ રહી.
  • ગ્રોસ માર્જિન: ૭૫.%, ઓપ. EBITDA માર્જિન: ૩૨.%.
  • ઓપ. EBITDA વાર્ષિક ધોરણે % વધીને૯૬૪* કરોડ રહ્યો.
  • ટેક્સ બાદ ચોખ્ખો નફો ૧૧%ના વધારા સાથે૪૯૮ કરોડ થયો.

*રૂપિયા ૧૭ કરોડના કુલ માર્જિન પર એક વખતની અસર માટે સમાયોજિત, ચાલુ EBITDA રૂપિયા ૯૮૧ કરોડ રહી, જે ગત વર્ષની તુલનામાં ૧૧ ટકા વધુ છે. જ્યારે ચાલુ EBITDA માર્જિન ૩૩. ટકા રહ્યું. લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદનો જે જે પેટન્ટમાંથી બહાર થઈ ગયા છેતેની NRV અથવા ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ ઇન્વેન્ટરીના પુનઃમૂલ્યાંકન થવાને કારણે અસર પડી છે.  

Advertisement

પ્રદર્શન સારાંશ:

પરિણામQ4 FY25Q4 FY24YoY

%

FY25FY24YoY

%

Rs cr%Rs cr%Rs cr%Rs cr%
આવક   ૨,૯૫૯   ૨,૭૪૫ ૮% ૧૧,૫૧૬   ૧૦,૭૨૮ ૭%
કુલ નફો૨,૨૨૮૭૫.૩%૨,૦૬૬૭૫.૩%૮%૮,૭૪૦૭૫.૯%૮,૦૪૨૭૫.૦%૯%
Op EBITDA*૯૬૪૩૨.૬%૮૮૩૩૨.૨૯%૩,૭૨૧૩૨.૩%૩,૩૬૮૩૧.૪%૧૦%
અસાધારણ વસ્તુ**(૨૪)-૦.૮%૦.૦%-(૨૪)-૦.૨%૮૮૦.૮%-
PAT^૪૯૮૧૬.૮%૪૪૯૧૬.૪%૧૧%૧,૯૧૧૧૬.૬%૧,૬૫૬૧૫.૪%૧૫%
R&D ખર્ચ૧૫૦૫.૧%૧૩૯૫.૧%૮%૫૮૧૫.૦%૫૨૭૪.૯%૧૦%

 *અપવાદરૂપ વસ્તુઓ પહેલાં

** અપવાદરૂપ વસ્તુઓ પાછલા વર્ષોથી બાકી રહેલા DPCO મુકદ્દમાને બંધ કરવા સંબંધિત છે.

^ અપવાદરૂપ વસ્તુઓ માટે સમાયોજિત, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના PAT વૃદ્ધિ ૧૫% છે.

મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક:

કંપનીએ જણાવ્યું હતું કે, અમારા લાંબા ગાળાના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને ઉત્તરાધિકાર આયોજનના ભાગ રૂપે બોર્ડે મેનેજિંગ ડિરેક્ટર તરીકે અમન મહેતાની નિમણૂકને મંજૂરી આપી છે. અમન મહેતા ૧ ઓગસ્ટ ૨૦૨૫થી પોતાનો ચાર્જ સંભાળશે. આ નિમણૂક તમામ ભાગીદારોને સ્થાઈ પ્રતિનિધિત્વ આપવા અને  ભવિષ્ય માટે સક્ષમ મજબૂત નેતૃત્વ ટીમ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.

કંપનીએ વર્ષ દરમિયાન રૂ. ૫/- ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. ૨૬/- નું વચગાળાનું ડિવિડન્ડ વહેંચ્યું છે. વધુમાં, બોર્ડે (શેરધારકની મંજૂરીને આધીન) રૂ. ૬/- પ્રતિ શેર અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે.

ભારત:

  • ફોકસ થેરાપીમાં સારા પ્રદર્શનને કારણે ભારતમાં આવક ૧૨% વધીને ₹૧,૫૪૫ કરોડ રહી.
  • AIOCD સેકન્ડરી માર્કેટ ડેટા મુજબ, ક્વાર્ટર માટે IPM વૃદ્ધિ ૮% હતી.
  • ટોરેન્ટનો ક્રોનિક બિઝનેસ ૧૪% ના દરે વધ્યો જ્યારે IPM વૃદ્ધિ ૯% હતી
  • MATના આધાર પર નવા લોન્ચની મજબૂત પ્રદર્શનની મદદથી ફોકસ થેરાપીમાં બજારમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે. IPMમાં ટોચની ૫૦૦ બ્રાન્ડ્સમાં ટોરેન્ટની ૨૧ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. જેમાંથી ૧૪ બ્રાન્ડ્સ રૂપિયા ૧૦૦ કરોડથી વધુ છે.
  • નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કંપનીની આવક ૧૩% ના વધારા સાથે રૂ. ૬,૩૯૩ કરોડ રહી.

બ્રાઝિલ:

  • બ્રાઝિલિયન રિયલ (BRL) માં ભારે ઘસારાને કારણે બ્રાઝિલની આવક ૬% ઘટીને ૩૫૧ કરોડ રૂપિયા રહી.
  • કોન્સ્ટન્ટ કરન્સી આવક ૫%ના વધારા સાથે R$ ૨૩૪ રહી. ૧ એપ્રિલના રોજ કરવામાં આવેલા અપેક્ષા કરતા ઓછા વાર્ષિક ભાવ વધારાને કારણે જથ્થાબંધ વેપારીઓએ તેમની ઇન્વેન્ટરી સામાન્ય કરતા ઘટાડી, જેની અસર દેખાઈ.
  • IQVIA મુજબ ટોરેન્ટનો વૃદ્ધિ દર ૧૩% રહ્યો, જ્યારે બજારની વૃદ્ધિ ૭% હતી.
  • ટોરેન્ટના નવા ૬૩ ઉત્પાદનોની મંજુરીની અરજી હાલમાં ANVISA સમક્ષ પડતર છે.
  • નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કંપનીની આવક ૨% ના ઘટાડા સાથે ₹૧,૧૦૦ કરોડ રહી છે. (કોન્સ્ટન્ટ કરન્સી આવક ૯%ના વધારા સાથે R$ ૭૩૪ મિલિયન રહી)

જર્મની:

  • જર્મનીની આવક ૨% વધીને ₹૨૮૬ કરોડ રહી.
  • કોન્સ્ટન્ટ કરન્સી આવક ૧% ના વધારા સાથે ૩૧ મિલિયન યુરો રહી.
  • ખર્ચમાં સુધારાની પહેલ દ્વારા નવા ટેન્ડર મેળવવાની પ્રક્રિયા ચાલુ રહી છે.
  • નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં કંપનીની આવક ૬%ના વધારા સાથે ₹૧,૧૩૯ કરોડ રહી છે. (કોન્સ્ટન્ટ કરન્સી આવક: ૫% ના વધારા સાથે ૧૨૬ મિલિયન યુરો રહી છે)

અમેરિકા:

  • અમેરિકામાં કંપનીની આવક ૧૫%ના વધારા સાથે ₹૩૦૨ કરોડ રહી.
  • કોન્સ્ટન્ટ કરન્સી આવક ગત નાણાકીય વર્ષની તુલનામાં ૧૦% ના વધારા સાથે $૩૫ મિલિયન રહી.
  • નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં કંપનીની આવક ૨% ના વધારા સાથે ₹૧,૧૦૦ કરોડ રહી છે. (કોન્સ્ટન્ટ કરન્સી આવક: $૧૩૦ મિલિયન રહી છે) નાણાકીય વર્ષ 2023-24માં એક વખતની આવક માટે સમાયોજિત, કોન્સ્ટન્ટ કરન્સી વૃદ્ધિ 1% રહી.
Advertisement
Tags :
Advertisement