હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ટોરેન્ટે 300 મેગાવોટનો પવન ઊર્જા પ્રોજેક્ટ હાંસલ કરી નવીનીકરણીય પોર્ટફોલિયોમાં વધારો કર્યો

04:40 PM Jun 12, 2025 IST | revoi editor
Advertisement

ટોરેન્ટ પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટોરેન્ટ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ સફળ બિડર તરીકે ઉભરી આવી છે. કંપનીએ ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI) તરફથી વિન્ડ ટ્રાન્ચ-XVIII હેઠળ 300 મેગાવોટ પવન ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. પ્રતિ યુનિટ ₹૩.૯૭ ના ટેરિફ સાથેનો આ પ્રોજેક્ટ PPA ના અમલીકરણની તારીખથી ૨૪ મહિનાની અંદર કાર્યરત થવાનો છે, જેમાં અંદાજિત ₹૨,૬૫૦ કરોડનું રોકાણ થશે.

Advertisement

ટોરેન્ટ પાવરે વિકાસ માટે નવીનીકરણીય ઊર્જા પર વ્યૂહાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પ્રોજેક્ટ સાથે, ટોરેન્ટની પ્રગતિ હેઠળની નવીનીકરણીય ક્ષમતા વધીને ૩.૩ GWp થાય છે. પોતાની સ્થિર પ્રતિબદ્ધતાઓ અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW નોન-ફોસિલ ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના સરકારના લક્ષ્યને પૂર્ણ કરવાના ઉદેશ્ય સાથે ટોરેન્ટ પોતાના નવીનીકરણીય ઉર્જા પોર્ટફોલિયોને વિસ્તૃત કરી રહી છે. સંતુલિત પવન અને સૌર ઉર્જાના પોર્ટફોલિયો ઉપરાંત ટોરેન્ટ પમ્પ્ડ હાઇડ્રો અને ગ્રીન હાઇડ્રોજનના અન્ય ગ્રીન એનર્જી માર્ગો પર પણ કામ કરી રહ્યું છે.

ટોરેન્ટ પાવર એ ₹૪૫,૦૦૦ કરોડની વાર્ષિક આવક ધરાવતા ટોરેન્ટ ગ્રુપની ₹૨૯,૧૬૫  કરોડની ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી ધરાવતી એક પ્રમુખ કંપની છે. જે દેશના પાવર સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે અને પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનની સમગ્ર પાવર વેલ્યુ ચેઈન ધરાવે છે.

Advertisement

 ઉત્પાદન: કંપનીની કુલ સ્થાપિત પાવર ઉત્પાદન ક્ષમતા ૪,૮૩૮ મેગાવોટ છે, જેમાં ૨,૭૩૦ મેગાવોટ ગેસ આધારિત પાવર ઉત્પાદન ક્ષમતા, ૧,૭૪૬ મેગાવોટ રિન્યુએબલ આધારીત પાવર ઉપ્તાદન ક્ષમતા અને ૩૬૨ મેગાવોટ કોલસા આધારિત પાવર ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. વધુમાં ૩,૨૭૯ મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ અને ૩,૦૦૦ મેગાવોટની પંપ સ્ટોરેજ ક્ષમતાના કામો પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ્સ કાર્યરત થતા જ કંપનીની પાવર ઉત્પાદન ક્ષમતા ૮,૧૧૭ મેગાવોટ અને પંપ સ્ટોરેજ ક્ષમતા ૩,૦૦૦ મેગાવોટ થશે.

વિતરણ: કંપની ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIR, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ (DNH અને DD), મહારાષ્ટ્રનાં ભિવંડી, શીલ, મુંબ્રા અને કલવા અને ઉત્તર પ્રદેશના આગ્રા સહિતના શહેરોમાં ૪.૨૧ મિલિયનથી વધુ ગ્રાહકોને લગભગ ૩૧ બિલિયન યુનિટ્સ વિજળીનું વિતરણ કરે છે. ટોરેન્ટ પાવરની વ્યાપકપણે ભારતમાં અગ્રણી વીજળી વિતરક કંપનીઓમાં ગણના થાય છે અને ગુજરાતમાં કંપનીના લાયસન્સવાળા વિસ્તારોમાં દેશમાં સૌથી ઓછી AT&C ખોટ અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા સૂચકાંકો ધરાવવાનું ગૌરવ ધરાવે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article