For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કાલે શનિવારે 13.28 કલાકની અવધિ સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે

05:33 PM Jun 20, 2025 IST | revoi editor
કાલે શનિવારે 13 28 કલાકની અવધિ સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે
Advertisement
  • આજે 20 જૂનના દિવસ અને રાત સરખા રહેશે,
  • સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે,
  • 21 જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે છે, આથી સૂર્યનું દક્ષિણાયન કહેવાય છે

અમદાવાદઃ આજે દિવસ અને રાતનો સમય સરખો રહેશે. અને આવતીકાલે તા.21 જૂનને શનિવારે વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે.  સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. 21 જૂન બાદ સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે છે આથી સૂર્યનું દક્ષિણાયન કહેવાય છે તે જ સૂર્ય 14 જાન્યુઆરી બાદ ઉત્તર તરફ ગતિ કરતો હોવાથી ઉતરઅયન એટલે કે ઉત્તરાયણ કહેવાય છે. આ વર્ષે 21 જૂનને શનિવારે દિવસ 13 કલાક, 28 મિનિટનો રહેશે અને રાત 10 કલાક 32 મિનિટની રહેશે.

Advertisement

તજજ્ઞોના કહેવા મુજબ ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે, જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ફીજી જેવા દેશોમાં લાંબામાં લાંબી રાતનો અનુભવ થશે. પૃથ્વી સૂરજના ચક્કર લગાવે છે, ત્યારે માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધ એટલે કે નોર્થ હેમિસ્ફેયરના ભાગને સૂર્યના સીધા કિરણોનો સામનો કરવો પડે છે. આ સમયે આ ક્ષેત્રોમાં દિવસ લાંબા થાય છે. બાકીના સમયે દક્ષિણ ગોળાર્ધ એટલે કે સદર્ન હેમિસ્ફેયર પર સૂરજના કિરણો સીધા પડે છે. ગરમી, શિયાળો આ બધી સિઝન પૃથ્વીના એક પ્રકારે ચક્કર લગાવવાના કારણે આવે છે.21 જૂન પછી સૂર્ય દક્ષિણ તરફ વળે છે દિવસ- રાતની લંબાઇ ચંદ્રની દિશા અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ, સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો આધારિત હોય છે.

ખગોળ શાસ્ત્રીઓના કહેવા મુજબ તા. 21 માર્ચ દિવસ-રાત એક સરખા હોય છે, જ્યારે 21 જૂને દિવસ સૌથી મોટો, રાત સૌથી નાની હોય છે. ત્યારબાદ 20 સપ્ટેમ્બર દિવસ-રાત એકસરખા હોય છે. અને 22 ડિસેમ્બર રાત લાંબી અને દિવસ ટૂંકો રહેતો હોય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement