સમગ્ર દેશમાં આજે 14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવાશે
નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે 14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવાશે. તેના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓ અને મહાનગરોના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં રોગની અટકાયત, નિયંત્રણ, વહેલા નિદાન અને સારવારના વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ લાવવા આજે વિશેષ ઝૂંબેશ હાથ ધરાઈ છે.
યુવાનોમાં વધતા જતા બિનચેપી રોગના જોખમને અટકાવવા અને નિયંત્રણ માટે એક પહેલ સ્વરૂપે બિનચેપી રોગની અટકાયત અને નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરાયો છે. રાજ્યમાં ગયા વર્ષે બિનચેપી રોગની અટકાયત માટે તપાસની વિશેષ ઝૂંબેશમાં 30 વર્ષ કે તેથી વધુ વયના લોકો પૈકી મધુપ્રમેહ માટે કુલ એક કરોડ પાચં લાખ 11 હજાર 273 લોકોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી. તેમાંથી મધુપ્રમેહ અને હાયપરટૅન્શનમાં નિદાન પામેલા દર્દીઓને આરોગ્ય કેન્દ્રો-હૉસ્પિટલ્સથી દાક્તરી સલાહ મુજબ વિનામૂલ્યે સારવાર અપાઈ. ઉપરાંત સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની કુલ 15 હજાર 74 હજાર 653 મહિલાની મધુપ્રમેહ માટે તપાસ કરી તેમનું નિદાન કરાયું હતું.