હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પ્રદુષણને અટકાવવા માટે સરકારે પરાળ સળગાવવા મામલે દંડ ડબલ કર્યો

02:23 PM Nov 07, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ ભારત સરકારે વધતા પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે મહત્વનો નિર્ણય લઈને પરાળ સળગાવવાના દંડમાં વધારો કર્યો છે. માહિતી અનુસાર, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, ભારત સરકારે બે એકરથી ઓછી જમીન પર પરાળ સળગાવવા પર 5000 રૂપિયા અને બે એકરથી વધુ જમીન પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે.

Advertisement

ભારત સરકારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જો કોઈ 2 થી 5 એકરમાં પરાળ સળગાવા પર 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. બીજી તરફ, જો 5 એકરથી વધુ જમીનમાં પરાળ સળગાવતા પકડાશે તો 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અગાઉ, દંડ અનુક્રમે 2,500, 5,000 અને 15,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે બુધવારે જ પરળ સળગાવવા માટે દંડ વધારવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનું નોટિફિકેશન ગુરુવારે એટલે કે 7 નવેમ્બરે જારી કરવામાં આવ્યું હતું. આ સિવાય એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ (EPA), 1986 હેઠળ ફરિયાદ દાખલ કરવા અને તપાસ કરવા જેવી બાબતોમાં નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.

Advertisement

અહેવાલ મુજબ, નેશનલ કેપિટલ રિજન એન્ડ એડજોઈંગ એરિયાઝ એક્ટ, 2021માં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન હેઠળ સુધારેલા નિયમોને સૂચિત કરવામાં આવ્યા છે અને ડ્રાફ્ટ પર જાહેર પરામર્શ વિના તરત જ અમલમાં આવશે.

આ ઉપરાંત, સરકારે પર્યાવરણ સુરક્ષા (તપાસની પદ્ધતિ અને દંડ લાદવાની પદ્ધતિ) નિયમો, 2024 સંબંધિત સૂચના પણ બહાર પાડી છે. જેમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના કાર્યાલયોમાં ફરિયાદો દાખલ કરવાની પ્રક્રિયાને વિગતવાર સમજાવવામાં આવી છે. જેમાં પર્યાવરણીય પ્રદૂષણ સામેની ફરિયાદોની તપાસ અને આવી ફરિયાદો પર નિર્ણય લેવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratidoubledFinegovernmentGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatespollutionPopular NewspreventSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharstubble burningTaja Samacharviral news
Advertisement
Next Article