ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા ભાવનગર-બાન્દ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે
- પાલિતાણા-બાન્દ્રા વચ્ચે સાપ્તાહિક ટ્રેનને દેનિકમાં તબદીલ કરવા માગ
- 13મી માર્ચે ભાવનગર-બ્રાંન્દ્રા વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે
- કાલે 12મી માર્ચે પાલિતાણા-બ્રાન્દ્રા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે
ભાવનગરઃ ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર-બાન્દ્રા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા.13મી માર્ચના રોજ ભાવનગર-બાંદ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન વહેલી સવારે 4.00 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડી અને તેના નિયમીત રૂટને સાંકળતી બાંદ્રા સુધી પહોંચશે. આ જ દિવસે ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન બપોરે 14.50 કલાકે ઉપડશે અને સાંજે ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેનનું તો સંચાલન થાય જ છે.
ભાવનગર-બાંદ્રા-ભાવનગર ટ્રેનમાં દૈનિક ધોરણે જબ્બર ટ્રાફિક હોય છે, અને આવા કારણોસર જ પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેનને દૈનિકમાં તબદીલ કરવાની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તા.13મી માર્ચના રોજ ભાવનગર-બાંદ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવવામાં આવશે. 13મી માર્ચે હોળીના તહેવારને ધ્યાનમાં રાખી, તથા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર-બાંદ્રા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની ઘોષણા કરવામાં આવી છે. આ ટ્રેન વહેલી સવારે 4.00 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડી અને તેના નિયમીત રૂટને સાંકળતી બાંદ્રા સુધી પહોંચશે. આ જ દિવસે ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન બપોરે 14.50 કલાકે ઉપડશે અને સાંજે ભાવનગર-બાંદ્રા દૈનિક ટ્રેનનું તો સંચાલન થાય જ છે. આમ, 13મી માર્ચે એક જ દિવસમાં ભાવનગર-બાંદ્રા વચ્ચે 3 ટ્રેનોનું સંચાલન ભાવનગર ડિવિઝન દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત 12મી માર્ચે ફાલ્ગુન ફેરી નિમિત્તે પાલિતાણાથી બાંદ્રા માટેની સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા આવવા માટે બાંદ્રા-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નં.09093 તા.10એ ઉપડી આજે મંગળવારે 6.30 કલાકે પાલિતાણા પહોંચશે. તેવી જ રીતે પાલિતાણાથી બાંદ્રા માટેની ટ્રેન નં.09094 તા.12 માર્ચના રોજ 17.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.25 કલાકે બાન્દ્રા ટર્મિનસ ખાતે પહોંચશે. બૂકિંગ પેસેન્જર રીઝર્વેશન સેન્ટર તથા આઇઆરસીટીસીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ બનાવવામાં આવી છે.