For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મોરવા હડફના ભંડોઈ ગામે બાઈક પર જીવંત વીજ વાયર પડતા ત્રણના મોત

06:52 PM Oct 28, 2024 IST | revoi editor
મોરવા હડફના ભંડોઈ ગામે બાઈક પર જીવંત વીજ વાયર પડતા ત્રણના મોત
Advertisement
  • ટ્રીપલ સવારી બાઈક પર વીજ વાયર તૂટી પડતા ત્રણેય યુવાનો લાગ્યો શોક,
  • MGVCL તંત્રની બેદરકારી,
  • જવાબદારો સામે પગલાં લેવા મૃતકના પરિવારજનોની માગ

મોરવા હડપઃ પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ભંડોઈ ગામના ત્રણ યુવકનો બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે વીજળીનો જીવતો  વાયર પડતા ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં બે સગા ભાઈ ભુવનેશ્વર લક્ષ્મણભાઈ મકવાણા, આશિષ લક્ષ્મણભાઈ મકવાણા તથા ગણપત નારસિંગભાઈ પલાસ​​​​​નો સમાવેશ થાય છે. વીજ કંપનીની બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનો પરિવાજનો આક્ષેપ લગાવી રહ્યાં છે.

Advertisement

મોરવા હડપના  ભંડોઇ ગામના ચોરા ફળિયામાં ખાતે રહેતા લક્ષ્મણ કાળુભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વહેલી પરોઢે ભુવનેશ્વર લક્ષ્મણભાઈ મકવાણા, આશિષ લક્ષ્મણભાઈ મકવાણા અને ગણપત નારસિંગભાઈ પલાસ આ ત્રણેય યુવાન ભંડોઇથી મેથાણ ગામે ડાંગરના ખેતરમાં ડાંગર ઝુડવા ગયા હતા અને ડાંગર ઝુડીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભંડોઇ-મેથાણ ગામની ચોકડી પાસે ઈલેક્ટ્રીક થ્રી-ફેઝ લાઈનનો વાયર અચાનક રોડ ઉપર તૂટીને પડ્યો હતો. ત્યારે આ ઈલેક્ટ્રીક થ્રી-ફેઝ લાઈનનો જીવતો વીજતાર બાઈક ઉપર પડતા ત્રણેય યુવાનોને જોરદાર કરંટ લાગ્યો હતો અને સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક લોકો અને પરિવારજનોએ વીજ કંપની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠાવી રહ્યાં છે. પોલીસે હાલ અતસ્માતે મોતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે વીજ કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement