For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જર પકડાયા

06:09 PM Mar 08, 2025 IST | revoi editor
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જર પકડાયા
Advertisement

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી
ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જરને ડાયમંડ સાથે ઝડપ્યા
જપ્ત કરેલ ડાયમંડની કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા છે

Advertisement

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીની નવાઈ નથી. પણ ડાયમંડની હેરાફેરી કરનારા પણ પકડાતાં ડીઆરઆઈના અધિકારી પણ ચોંકી ગયા છે. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જર ઝડપ્યા છે. ડાયમંડની કિંમત અંદાજે 3 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

હેરાફેરીનું સુરત કનેક્શન હોવાની શંકા
આ ત્રણે પેસેન્જરોની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ અને સુરતના ઝવેરીઓના માટે કામ કરતા પેસેન્જરનાં ડીઆરઆઈના અધિકારીઓએ નિવેદન લીધાં તેમાં બીજા મોટામાથાં ઠંડોવાયેલાં હોવાનું બહાર આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી હોવાથી વધારે વિગતો નથી અપાઈ પણ અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ડાયમંડના હીરા ડીઆરઆઈના અધિકારીઓએ જપ્ત કર્યા છે. આ ઘટનાને પગલે અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. તપાસ ચાલી રહી છે.

Advertisement

ડીઆરઆઈનાં સૂત્રોએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલા ડાયમંડની વેલ્યુ ત્રણ કરોડ થવા જાય છે, પરંતુ અત્યાર સુધીમાં કેટલા ડાયમંડ કેરીયરો લાવ્યા તેની તપાસ બાદ માહિતી બહાર આવશે. અમદાવાદનું ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું હબવ બની જતાં અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટનો ડીઆરઆઈ અને કસ્ટમ સ્ટાફ એલર્ટ થઈ ગયો છે. તેના કારણે રોજ દાણચોરીનું ગોલ્ડ પકડાય છે, પરંતુ પહેલી વાર ડાયમંડ પકડાયા છે.

Advertisement
Tags :
Advertisement