સુરતમાં આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત, એક ગંભીર
- શહેરના સચિન પાલી ગામની ઘટના, તબીબો કહે છે,
- તાપણું કર્યું હતું એના ધૂંમાડાની હિસ્ટ્રી છે,
- ત્રણેયના PM રિપોર્ટ બાદ સાચુ કારણ જાણવા મળશે
સુરતઃ શહેરના સચિન પાલી ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની ત્રણ બાળકીઓએ શુક્રવારે આઈસક્રીમ આરોગ્યા બાદ ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેઠી હતી. દરમિયાન ચાર બાળકીઓની તબિયત લથડતા ત્રણ બાળકીના મોતનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકીની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ત્રણેય બાળકીઓના મોત આઈસક્રીમના કારણે થયા છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાના કારણે થયા છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્રણેય બાળકીઓના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે.
સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં આઇસક્રીમ ખાધા બાદ 3 બાળકોને ઊલટી થવા લાગી હતી અને તબિયત લથડી હતી. ત્યારબાદ બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું હતુ.
આ બનાવની વિગતો એવી છે કે, સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં શ્રમિક પરિવારના 4 બાળકોએ શુક્રવારે રાત્રે આઇસક્રીમ ખાધો હતો, ત્યારબાદ તેમને ઊલટીઓ થતાં તબિયત લથડી હતી. જેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. શરૂઆતમાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, ત્યારબાદ તેમને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 બાળકોના મોત નિપજ્યા હતા અને એક બાળકની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઘટનાની જાણ થતાં સુરત મેયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. આઇસક્રીમના લીધે કે કોઇ અન્ય કારણોસર મોત નિપજ્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ બહાર આવી શકશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ મૃતક બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે. જેમાં અનિતા કુમાર મહંતો (ઉ.વ. 8 વર્ષ), દુર્ગા કુમારી (ઉ.વ. 12 વર્ષ) અને અમિતા મહંતો ( ઉ.વ. 14 વર્ષ) નો સમાવેશ થાય છે. ત્રણેય બાળકીઓએ આઇસક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું જેથી આઇસક્રીમના લીધે કે પછી તાપણાના ધુમાડાના લીધે બાળકીઓના મોત નિપજ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. તમામ પ્રશ્નોના જવાબ પીએમ રિપોર્ટ બાદ મળી જશે અને મોતનું સાચું કારણ જાણી શકાશે.
સિવિલ હોસ્પિટલના તબીબોના કહેવા મુજબ સચિન પાલી ગામની ઘટનામાં બાળકીઓએ તાપણું કર્યું હતું એનો ધૂમાડો શરીરમાં ગયાની હિસ્ટ્રી છે અને આઈસક્રીમ ખાધાની પણ ઘટના છે. એક બાળકી છે તેના માતા કહે છે કે, તેની બાળકીએ આઈસક્રીણ ખાધો નથી. તાપણું કર્યા બાદ ઉલટી થયા બાદ તેનું મોત થયાનું કહે છે. પીએમ કરાવીશું એટલે જે કંઈ સાચી હકીકત હશે તે બહાર આવશે.