હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સૌરાષ્ટ્ર યુનિની ત્રણ વિદ્યાર્થિનીઓ વેઈટ લિફટિંગમાં સાઉથ ઝોનમાં થઈ ક્વોલિફાય

05:02 PM Nov 30, 2024 IST | revoi editor
Advertisement

રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ જૂડો બાદ હવે વેઇટ લીફટિંગ સ્પર્ધામાં ઝળકી છે. જૂડોમાં યુનિવર્સિટીની બે વિદ્યાર્થિનીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માટે ક્વોલિફાય થઈ હતી. જ્યારે વેઇટ લીફટિંગમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 900 ખેલાડીઓ વચ્ચે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી યુનિવર્સિટી સંલગ્ન કુંડલીયા કોલેજની 3 વેઇટ લિફ્ટર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે સતત બીજા વર્ષે કવોલિફાઈ થઈ છે. હવે આ ત્રણેય વિદ્યાર્થિનીઓનું ખેલો ઇન્ડિયા સુધી પહોંચ્યા બાદ વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં રમવાનું સ્વપ્ન છે. જેમાંની એક વિદ્યાર્થિની પૂજા પ્રસાદે પિતાની છત્રછાયા ગુમાવી છે અને રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય કક્ષાએ વેઇટ લિફ્ટિંગમાં ભારત દેશ માટે મેડલ લાવવા માંગે છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વેઇટ લિફ્ટિંગ બહેનોની વેસ્ટ સાઉથ ઝોન સ્પર્ધા આંધ્રપ્રદેશની આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી ખાતે ગઈ તારીખ 26થી 30 નવેમ્બર દરમિયાન યોજાઇ હતી. જેમાં 200થી વધારે યુનિવર્સિટીમાંથી 1000થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધે એવું પર્ફોર્મન્સ કુંડલીયા કોલેજની 3 ખેલાડીઓનું હતું. જેઓ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં રમવા માટે ક્વોલિફાઇડ થઈ છે. જેમાં - 71 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પરમાર નયના કેશુભાઈ, -76 કિલોગ્રામ વરાણ ખુશી હેમંતભાઈ અને -87 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પ્રસાદ પૂજા શ્રીકાંતભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે પસંદગી પામી છે.

કોચ મેનેજર પૂનમબેને જણાવ્યું હતું કે ગત વર્ષે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 5 ખેલાડીઓ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે કવોલિફાઇડ થઈ હતી. જોકે ખેલો ઇન્ડિયા સુધી પહોંચી શકી ન હતી ત્યારે આ વર્ષે ગત વર્ષની 5 માંથી 3 ગર્લ વેઇટ લિફ્ટર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધા રમવા માટે પસંદગી પામી છે. જેથી આ ત્રણેય બહેનો ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી વેઈટ લિફ્ટિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં હિમાચલ પ્રદેશ જશે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી જે જે કુંડલીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ત્રણેય ખેલાડીઓ છેલ્લા 5 વર્ષથી વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમને તેમના કોચ આશિષ ગીરોહ વેઇટ લિફ્ટિંગ માટે ઓલ ઇન્ડિયા અને વેસ્ટ ઝોન સ્પર્ધામાં ભાગ લેવા માટે કોચિંગ આપે છે. તેમની સાથે ડો. પુનમબેન જુડાસિયાએ સ્પર્ધામાં મેનેજર તરીકે હાજર રહી અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નેશનલ સ્પર્ધામાં સફળ થવા બદલ અને ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાઇડ થવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.કમલસિંહ ડોડીયાએ ખેલાડીઓને અભિનંદન આપી અને ઓલ ઇન્ડિયામાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરી અને સારુ પરફોર્મન્સ આપો એવી શુભેચ્છાઓ આપી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsQualifySamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSaurashtra UniTaja Samacharthree studentsviral newsweight lifting
Advertisement
Next Article