For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

છોટાઉદેપુરમાં 32 ડોલામાઈટ પથ્થરની ખાણો બંધ થતા હજારો શ્રમિકો બેરોજગાર બન્યા

05:29 PM Apr 29, 2025 IST | revoi editor
છોટાઉદેપુરમાં 32 ડોલામાઈટ પથ્થરની ખાણો બંધ થતા હજારો શ્રમિકો બેરોજગાર બન્યા
Advertisement
  • 32 જેટલી ડોલામાઈટ ખાણોને સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ન આપ્યું
  • ડોલામાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 સંગઠનોએ કલેક્ટરને કરી રજુઆત
  • કાચો માલ ન મળતા ડોલોમાઈટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડશે

છોટા ઉદેપુરઃ આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લામાં ડોલામાઈટ પથ્થરની અનેક ખાણો આવેલી છે. અને હજારો આદિવાસી શ્રમિકો પથ્થરની ખાણોમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, વર્ષોથી ચાલતી 32 જેટલી ડોલામાઈટ પથ્થરની ખાણો માટે સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ નહી આપતા ખાણો બંધ થઈ છે. જેના પગલે 20 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર બન્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ડોલામાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 સંગઠનોએ 6 અલગ અલગ આવેદનપત્ર આપીને કલેકટરને રજૂઆત કરી હતી.

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના વનાર, દડીગામ, કાનાવાંટ, ઝેર, બૈડવી પાડલીયા સહિત 25 ગામોમાં 25 જેટલી નાની અને 6 જેટલી મોટી ડોલામાઇટ પથ્થરની ખાણો આવેલી છે. જેના એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જિલ્લા મથકેથી વર્ષ 2017-18માં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. જેને 2023માં એનજીટી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રદ કર્યા હતા. જે બાદ એન્વાયરમેન્ટ સર્ટિ મેળવવુ હોય તો રાજ્યકક્ષાએથી મેળવવુ એવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરથી એન્વાયરમેન્ટ સર્ટીફિકેટ મેળવવું અઘરૂ બની ગયું છે. માઇન્સમાં જવાના પ્રાઇવેટ રોડ હોવા છતાં રોડના કારણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ કેન્સલ કરવામાં આવ્યા હતા.આ નિયમો અનુસાર ખાણ માલિકોએ ખાણો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. જેથી હવે કાચો માલ ન મળતા ડોલોમાઈટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.

આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે મિનરલ મર્ચન્ટ એસોસિએશન, માઈન્સ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક એસીઓસીએસન, મજદૂર સંઘ કર્મચારી મંડળ દ્વારા છોટા ઉદેપુરમાં એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલી નગરના રાજમાર્ગો ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદન આપી સમસ્યા અંગે જાણ કરી હતી અને એનો નિકાલ કરવા માંગ કરી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ડોલોમાઈટની રોજગારી ઉપર નભી રહેલા છોટાઉદેપુર વિસ્તારની ખાણોમાં 20,000 જેટલા મજૂરો, કર્મચારી,માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે. જેઓની ખાણો બંધ થઈ જતા રોજગારી ઉપર તવાઈ આવી છે.

Advertisement
Tags :
Advertisement