For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેલો માલ પાછો આપવો પડશેઃ પીએમ મોદી

10:23 AM Feb 03, 2025 IST | revoi editor
જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેલો માલ પાછો આપવો પડશેઃ પીએમ મોદી
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરકેપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. પોતાને લોકોના "સેવક" ગણાવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીવાસીઓને ખાતરી આપી હતી કે ભાજપ શહેરમાં સરકાર બનાવશે પછી તેઓ ઝૂંપડપટ્ટીવાસીઓ અને મધ્યમ વર્ગના લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે સખત મહેનત કરશે.

Advertisement

આરકેપુરમમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ જે પણ વચનો આપે છે તે પૂરા કરે છે. તેમણે મધ્યમ વર્ગના ખિસ્સામાં વધુ પૈસા નાખવા માટે કેન્દ્રીય બજેટ 2025-26માં સમાવિષ્ટ આવકવેરા લાભો પર પ્રકાશ પાડ્યો. પીએમ મોદીએ AAP સરકારના કૌભાંડો પર પ્રહારો કર્યા અને કહ્યું કે AAP નેતાઓએ જવાબ આપવો પડશે અને "જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેટો માલ પાછો આપવો પડશે."

કેન્દ્રીય બજેટ 2025-26 પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે તે વિકસિત ભારતના ચાર સ્તંભો - ગરીબ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને મોદીના વચનને પૂર્ણ કરવાની ગેરંટી છે. તેમણે કહ્યું, “આ લોકોની આકાંક્ષાઓનું બજેટ છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પરનો કર શૂન્ય કરવામાં આવ્યો હોવાથી મધ્યમ વર્ગ હજારો રૂપિયા બચાવશે. આઝાદી પછી ભારતીય પગારદાર વ્યક્તિને આપવામાં આવેલી આ સૌથી મોટી કર રાહત છે."

Advertisement

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની સરકારમાં 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિને તેની આવકનો ચોથો ભાગ કર તરીકે ચૂકવવો પડતો હતો. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકાર દરમિયાન, 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિને 10 લાખ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડતો હતો. તેમણે કહ્યું કે, 10 વર્ષ પહેલા સુધી કૉંગ્રેસ સરકારમાં 12 લાખ રૂપિયા કમાતી વ્યક્તિને 2.60 લાખ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ અમારી સરકારમાં 12 લાખ રૂપિયા કમાતી વ્યક્તિને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

પ્રધાનમંત્રીએ મોદીએ દાવો કર્યો હતો કે ભાજપની ભ્રષ્ટાચાર મુક્ત સરકારે ગરીબોના વિકાસ અને કલ્યાણ માટે દરેક રૂપિયો ખર્ચ કર્યો છે. સરકારે ગરીબોને મફત રાશન અને યોગ્ય રહેઠાણ પૂરું પાડ્યું છે અને રસ્તાઓ, હોસ્પિટલો, ફ્લાયઓવર બનાવવા અને "મેક ઇન ઇન્ડિયા" ને પ્રોત્સાહન આપવા માટે પૈસા ખર્ચ્યા છે. તેમણે કહ્યું કે વસંત પંચમીથી હવામાન બદલાવાનું શરૂ થાય છે અને ત્રણ દિવસ પછી દિલ્હીમાં ભાજપ સરકારની રચના સાથે વિકાસની વસંત આવવાની છે.

AAPમાં ચાલી રહેલી અવ્યવસ્થા તરફ ઈશારો કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઝાડુનાં તણખા વિખેરાઈ ગયા છે કારણ કે આપ-દાના નેતાઓ તેને છોડી રહ્યા છે. આપના આઠ ધારાસભ્યોના ભાજપમાં જોડાવાના તાજેતરના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "દિલ્હીના મતદારો સમક્ષ આપ-દા સરકાર ખુલ્લી પડી ગઈ છે." અગાઉ, મતદારો પાસેથી સમર્થન માંગતી વખતે, પીએમ મોદીએ કહ્યું હતું કે શહેરને એવી સરકારની જરૂર છે, જે પોતાની ઉર્જા બીજાઓ સાથે લડવામાં નહીં પણ વિકાસ પર ખર્ચ કરે. આપ સરકારે જૂના વચનો પર મત માંગીને 10 વર્ષ બગાડ્યા છે, પરંતુ હવે દિલ્હીના મતદારો ભાજપ સરકાર પસંદ કરશે.

Advertisement
Tags :
Advertisement