પહેલગામ હુમલાના જવાબદારોને ધરતીના અંતિમ છેડા સુધી છોડવામાં નહીં આવેઃ PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓને આકરી ભાષામાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, બિહારની ધરતી પરથી પુરી દુનિયાને કહેવા માંગું છું કે, ભારત તમામ આતંકવાદીઓ અને તેમના સમર્થકોની ઓળખ કરાશે અને તેમને સજા આપવામાં આવશે. અમે તેમને ધરતીના અંતિમ છેડા સુધી છોડવાના નથી. આતંકવાદથી ભરતની આત્મા તુટવાની નથી. ન્યાય થશે અને તેના માટે સંભવ તમામ પ્રયાસ કરવામાં આવશે. આ મામલે સમગ્ર દેશ એકસાથે ઉભો છે. માનવતામાં વિશ્વાસ રાખનાર તમામ વ્યક્તિ અમારી સાથે ઉભો છે અને દુનિયાના દેશોના લોકો અને તેમના નેતાઓનો આભાર માનું છું કે તેઓ અમારી સાથે ઉભા છે.
પાહેલગામ આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ બિહારની ધરતી ઉપરથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓને સીધી ભાષામાં ચેતવણી આપી હતી. પીએમ મોદીએ મધુબનીમાં સૌ પ્રથમ હાથ જોડીને આંખો બંધ કરીને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પીએમ મોદીએ આતંકવાદીઓને અને તેમના સમર્થકોને પીએમ મોદીને સીધો સંદેશ પાઠવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, પહેલગામમાં જે રીતે આતંકવાદીઓને નિર્દોશ નાગરિકોની હત્યા કરી છે તેનાથી સમગ્ર દેશ હાલ શોકમાં છું. સમગ્ર દેશ એવા લોકો સાથે છે જેમણે આ હુમલામાં પોતાના સ્વજનો ગુમાવી ચુક્યાં છે. સરકાર ઘાયલોની યોગ્ય સારવાર માટે પ્રયાસ કરી રહી છે. આ માત્ર સામાન્ય પ્રવાસીઓ ઉપર હુમલો નહીં પરંતુ દેશની આત્મા ઉપર હુમલો છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગું છું કે, જે લોકો આ હુમલામાં જવાબદાર છે તેમને કલ્પના બહારની સજા આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે, પહેલગામ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર વધુ આક્રમક બની છે. ભારત સરકારે સિંધુ જળ સંધિ ખત્મ કરી નાખી છે, તેમજ અટારી બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. તેમજ પાકિસ્તાનીઓના વિઝા રદ કરીને પાકિસ્તાન હાઈ કમિશનને સ્ટાફ ઓછો કરવા માટે આદેશ કર્યો છે. 23મી એપ્રિલના રોજ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.