ભારતના આ રાજ્યમાં થાય છે સૌથી વધારે ફૂલનું ઉત્પાદન
વર્ષના બીજા મહિનામાં, ફેબ્રુઆરીમાં, વેલેન્ટાઇન વીક, લગ્નો અને હવે ચૂંટણી દરમિયાન ગુલાબની વધતી કિંમત અને માંગ વધે છે. ભારતના કર્ણાટકમાં સૌથી વધારે ફુલોનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કર્ણાટકમાં એક વર્ષમાં 1.70 લાખ ટન જેટલુ ઉત્પાદન થતું હોવાનું જાણવા મળે છે.
પૃથ્વી પર અસંખ્ય પ્રકારના ફૂલો છે. આમાંના કેટલાક ફૂલોની દુનિયાભરમાં માંગ છે. પરંતુ આજે કેટલાક ફૂલનો ઉપયોગ પ્રેમ-લગ્નથી લઈને ચૂંટણી સમય સુધી થાય છે. ગુલાબ એક એવું ફૂલ છે જેનો ઉપયોગ દરેક ઋતુ અને સમયે થાય છે. ભારતમાં ગુલાબના ફૂલોની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. અહેવાલો અનુસાર, કર્ણાટક દેશમાં સૌથી વધુ ગુલાબનું વાવેતર કરતું રાજ્ય છે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, કર્ણાટકમાં 2022 માં ફૂલોનું ઉત્પાદન બમણું થઈને 1,71,880 ટન થયું છે, જે 2018 માં 76,910 ટન કરતા ઘણું વધારે છે. ઇક્વાડોર વિશ્વના સૌથી સુંદર અને સૌથી મોટા ગુલાબના ઉત્પાદન માટે જાણીતું છે. તમને જણાવી દઈએ કે અહીંના ગુલાબ તેમના મોટા કદ અને ઊંડા રંગો માટે પ્રખ્યાત છે.