દુનિયાના આ ફાસ્ટ બોલરે વન-ડે ક્રિકેટમાં નાખી છે સૌથી વધારે મેડન ઓવર
હાલ ક્રિકેટમાં ટી20નું મહત્વનું ધીમે-ધીમે વધી રહ્યું છે, દુનિયાના અનેક દેશો મોટી સંખ્યામાં ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ રમે છે પરંતુ ટી20ના આ જમાના પણ હજુ વન-ડે ક્રિકેટનું એટલું જ મહત્વનું માનવામાં આવે છે. વન-ડે ક્રિકેટમાં સચિન તેન્ડુલર સહિતના અનેક ખેલાડીઓએ પોતાની બેટીંગથી હરિફોને હંફાવ્યા હતા. બીજી તરફ કપિલ દેવ, ઈમરાન ખાન સહિતના બોલારોએ પોતાની ધાતક બોલીંગથી ટીમને જીત અપાવી છે, પરંતુ ઈમરાન ખાન, વસીમ અક્રમક અને કપિલ દેવની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર શોન પોલાકે સૌથી વધારે મેડન ઓવર નાખીને રેકોર્ડ સર્જાયો છે.
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર વસીમ અકરમ જેવા મહાન ખેલાડીઓ સહિત ઘણા મહાન બોલરો ODI ક્રિકેટ રમ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે વસીમ અકરમ અને કપિલ દેવ જેવા બોલર ODI ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર નાખવાનો રેકોર્ડ પોતાના નામે કરી શક્યા નથી. ODI ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર નાખવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોન પોલોકના નામે છે.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ પોતાની કારકિર્દીમાં ODIમાં સૌથી વધુ 313 મેડન ઓવર ફેંકી હતી. ODIમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર ટોપ-5 બોલરોમાં માત્ર એક ભારતીય બોલર કપિલ દેવનો સમાવેશ થાય છે, જેઓ પાંચમા સ્થાને છે. શોન પોલોક પોતાના કરિયરમાં 303 ODI મેચ રમ્યા છે. આ મેચોની 297 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે તેણે 393 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 108 ટેસ્ટ મેચ પણ રમી છે. પોલોકે ટેસ્ટની 202 ઇનિંગ્સમાં 421 વિકેટ લીધી હતી.