For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના આ એરપોર્ટને દેશનું પ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર પ્રાપ્ત થયું

11:08 AM Dec 25, 2024 IST | revoi editor
ગુજરાતના આ એરપોર્ટને દેશનું પ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર પ્રાપ્ત થયું
Advertisement

ગાંધીનગરઃ ભાવનગર એરપોર્ટ કે જેને મુસાફરોની સવલત(ટ્રાન્સપોર્ટેશન) સુવિધામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. ભૌગોલીક દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા ભાવનગર એરપોર્ટને દેશનું સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર ફાળવવામાં આવ્યું છે. નાફકો કંપનીનું દુબઈથી આયાત કરેલા આ ફાયર ફાયટર અંગેની ડેમો અને તેની વિગતવાર માહિતી એરપોર્ટના ડાયરેકટરે આપી હતી.

Advertisement

દેશના સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર કે જેને દુબઈથી આયાત કરવામાં આવ્યું છે. આ ફાયર ફાઈટર રૂપિયા 6.75 કરોડના ખર્ચે આયાત કરવામાં આવ્યું છે. આ ફાયર ફાયટર હવે ભાવનગર એરપોર્ટ પર કાર્યરત રહેશે. 5 ક્રુ મેમ્બર સાથેના આ ફાયર ફાયટરની વિશેષતા એ છે કે જે તેમાં 10000 લીટર પાણીની ટેન્ક ઉપરાંત 1300 લીટર ફોમ સંગ્રહશક્તિ પણ સામેલ છે.

સામાન્ય ફાયર ફાયટર કરતા આ અત્યાધુનિક ફાયર ફાયટર અતિ ઝડપી અને દૂર સુધી વધુ જથ્થામાં પાણી બહાર ફેંકે છે. જેથી કોઈ પ્લેનમાં આગની ઘટના સમયે ગણતરીની મિનિટોમાં પુરી ટેન્ક પાણી ખાલી કરી આગ ઓલવી શકે છે.પ્લેનમાં આગ લાગવાની ઘટનામાં ફ્યુલના વિપુલ જથ્થાના કારણે વિમાન ગણતરીની મિનિટોમાં સંપૂર્ણ ખાક થઈ જતું હોય છે ત્યારે આ પ્લેનની આગ પર કાબૂ મેળવવા આ અત્યાધુનિક ફાયર ફાયટર ખૂબમહત્વપૂર્ણ બની રહેશે .

Advertisement

આ ફાયર ફાયટર ઉચ્ચ તાપમાન કે ભેજ વાળા વાતાવરણમાં પણ પૂર્ણ ક્ષમતા ધરાવે છે. ભાવનગર એરપોર્ટને દેશના તમામ હવાઈ મથકો પૈકી સૌપ્રથમ આ ફાયર ફાયટિંગ સિસ્ટમની ફાળવણી કરવામાં આવી છે. જેનો ડેમો પણ એરપોર્ટ ખાતે યોજી તેની મહત્વતા અંગે જાણકારી આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement