ક્રિકેટજગતના આ પાંચ ખેલાડીઓ તેમની રમતને બદલે નહીં પરંતુ વજનને કારણે રહ્યાં ચર્ચામાં
ભારતમાં હાલ આઈપીએલનો ફિવર છવાયેલો છે. એટલું જ નહીં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં લોકો ક્રિકેટને ખુબ પસંદ કરે છે. ત્યારે ક્રિકેટ જગતના આ પાંચ ખેલાડીઓ પોતાના ભારે ભરખમ શરીરના કારણે ચર્ચામાં રહ્યાં છે. આ ખેલાડીઓમાં એક ભારતીય ખેલાડીનો પણ સમાવેશ થાય છે.
રાખીમ કોર્નવોલને વિશ્વનો સૌથી ભારે ભરખમ ક્રિકેટર માનવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝનો આ ઓલરાઉન્ડર ખેલાડી તેના ભારે શરીરને કારણે ચર્ચામાં આવ્યો હતો. રાહકીમ કોર્નવોલનું વજન 140 કિલો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી હેવી બોડી ક્રિકેટર છે. તેણે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચ રમી છે. તે બીપીએલ અને સીપીએલમાં પણ રમે છે.
ડ્વેન લેવરોક (બર્મુડા): બર્મુડા ક્રિકેટ ટીમના ખેલાડી ડ્વેન લેવરોકે લીધેલો એક હાથે કેચ બધાને યાદ હશે, જેના પછી તે પ્રખ્યાત થયો. રોબિન ઉથપ્પાએ આ બોલને નરમ હાથથી રમ્યો જે સ્લિપ તરફ ગયો અને ડ્વેને એક સુંદર ડાઇવિંગ કેચ પકડ્યો. તેનું વજન લગભગ 127 કિલો છે.
આઝમ ખાન (પાકિસ્તાન): પાકિસ્તાનનો આઝમ ખાન, જે પોતાના ભારે શરીરને કારણે ચર્ચામાં આવ્યો હતો. તેનું વજન લગભગ 110 કિલો હોવાનું જાણવા મળે છે.
ઇન્ઝમામ ઉલ હક (પાકિસ્તાન): પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તેમની શાનદાર બેટિંગ ઉપરાંત તેમના વજન માટે જાણીતો હતો. ઇન્ઝમામનું વજન લગભગ 100 કિલો હતું.
રમેશ પવાર (ભારત): આ યાદીમાં એક નામ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રમેશ પવારનું પણ છે. ઓફ સ્પિનર રમેશ પવારનું વજન લગભગ 90 કિલો હતું.