આ દેશો સૌથી વધુ પૈસા પીવાના પાણી પર ખર્ચે છે, જાણીને તમે ચોંકી જશો
પીવાના પાણી પર વધુ પૈસા ખર્ચ કરતા દેશ
વિશ્વનું સૌથી મોંઘું પાણી સ્વિટ્ઝર્લેન્ડમાં મળે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 347.09 રૂપિયા છે. તે મુજબ એક લીટર પાણીની કિંમત જોઈએ તો તે 1000 રૂપિયાથી વધુ થાય છે.
આ પછી લક્ઝમબર્ગ આવે છે. અહીં 330ml પાણીની બોટલની કિંમત 254 રૂપિયા છે. ડેનમાર્કમાં પણ આટલા પાણીની કિંમત 237.24 રૂપિયા છે.
જો તમે જર્મની જાઓ છો, તો તમારે ત્યાં 330ml પાણીની બોટલ માટે 207.36 રૂપિયા ખર્ચવા પડશે. ઓસ્ટ્રેલિયામાં આ કિંમત 205.80 રૂપિયા થઈ જાય છે.
નોર્વેમાં 330ml પાણીની બોટલ 205.60 રૂપિયામાં મળે છે, જ્યારે બેલ્જિયમમાં પીવાના પાણીની કિંમત 199.24 રૂપિયા છે.
કોસ્ટારિકામાં પાણીની બોટલની કિંમત 175 રૂપિયા છે અને ઓસ્ટ્રેલિયામાં 330ml પાણી 175.55 રૂપિયામાં મળે છે.
ફિનલેન્ડની વાત કરીએ તો અહીં પાણીની એક બોટલની કિંમત 137 રૂપિયા છે, જ્યારે આ ટાપુમાં બોટલનું પાણી 135 રૂપિયામાં મળે છે.
પ્યુર્ટો રિકોમાં 1.5 લીટર પાણી 132 રૂપિયામાં મળે છે. ફ્રાન્સમાં પણ પાણી સસ્તું નથી. અહીં તમારે 330ml માટે 162.01 રૂપિયા ખર્ચવા પડશે.
સૌથી મોંઘું પાણી ધરાવતા દેશોની યાદીમાં હોંગકોંગનું નામ પણ સામેલ છે. અહીં પાણીની બોટલ 129 રૂપિયામાં મળે છે.