For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

યુટ્યુબરે કુંભના મેળામાં સ્નાન કરતી મહિલાઓના વિડિયો પણ અપલોડ કર્યા હતા, તપાસમાં ખૂલાશો

05:37 PM Feb 21, 2025 IST | revoi editor
યુટ્યુબરે કુંભના મેળામાં સ્નાન કરતી મહિલાઓના વિડિયો પણ અપલોડ કર્યા હતા  તપાસમાં ખૂલાશો
Advertisement
  • ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટે 1લી માર્ચ સુધીના રિમાન્ડ આપ્યા
  • 70 જેટલી હોસ્પિટલના CCTV હેક કર્યા હતા
  • મહિલાઓના વિડિયો ઉતારીને વેચવાનું કૌભાંડ એક વર્ષથી ચાલતું હતું

અમદાવાદઃ રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત તપાસ કરીને પરપ્રાંતના ત્રણ શખસોની ધરપકડ કરી હતી, આ શખસોની પૂછતાછમાં ચોંકાવનારી વિગતો મળી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે આ ત્રણેય શખસોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો લઈને વેચ્યા હતા, આરોપીઓએ 70 જેટલી હોસ્પિટલના સીસીટીવી પણ હેક કર્યા હતા. આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે. હજુ તપાસનો દોર ચાલી રહ્યો છે, જેમાં મોટા ઘટસ્ફોટ થઇ શકે છે.

Advertisement

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમો પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમના સૂત્રોએ જણાવ્યું કે, પ્રયાગરાજના યુટ્યૂબરના મોબાઈલમાંથી કુંભમાં નાહતી મહિલાઓના વીડિયો અપલોડ થયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનારા ત્રણેય નરાધમોને ઝડપી પાડ્યા હતા. તપાસમાં ત્રણેયે આરોપીઓએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના CCTV પણ હેક થયાની શક્યતા છે.

Advertisement

સાયબર ક્રાઈમ પોલીસે ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં આજે રજુ કર્યા હતા અને રિમાન્ડની માગણી કરી હતી. સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડની માગ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે. આરોપીઓ વીડિયોના ગ્રુપમાં એડ કરી અને વીડિયો 800થી 1000 રૂપિયામાં વેચતા હતા.આ ઉપરાંત સબ્સક્રિપ્શનના અલગ-અલગ રેટ લેવામાં આવતા હતા. બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ? તેની તપાસ કરવામાં આવશે. આરોપીની હાજરી વગર ગુનાના મૂળમાં જવું શક્ય નહીં.

મેટ્રો કોર્ટમાં આરોપી પ્રજ્વલ અને રાજના વકીલ યશ વર્ધન કોસ્ઠીએ રજૂઆત કરી કે, 17 ફેબ્રુઆરીએ ગુનો નોંધાયો હતો અને 18 તારીખે ઝડપ્યા હતા. ગૃહમંત્રી અને પોલીસ અધિકારી સિંઘલે(શરદ) આરોપીની અટકાયત કર્યાની પ્રેસનોટ બે દિવસ પહેલા આપી. IT એક્ટ 66E અને 67 મુજબ ગુનો નોંધાયો છે અને બીજી કલમો પાછળથી ઉમેરી, ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવ્યા નથી. ગઈકાલે 1.30 વાગ્યે અટકાયત દેખાડી છે. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ 1લી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement