For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સલમાન ખાનને ધમકી આપનાર યુવકની મુંબઈ પોલીસે ઝારખંડમાંથી કરી ધરપકડ

11:41 AM Oct 24, 2024 IST | revoi editor
સલમાન ખાનને ધમકી આપનાર યુવકની મુંબઈ પોલીસે ઝારખંડમાંથી કરી ધરપકડ
Advertisement

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ઝારખંડમાંથી ધરપકડ કરી છે. જોકે થોડા દિવસો પહેલા સલમાનખાન ને મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી હતી. તો ધમકી આપનાર આરોપીએ 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને બોલિવૂડ અભિનેતાને મારી નાખવાનું કહ્યું હતું.

Advertisement

ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરવામાં આવી છે

જોકે બાદમાં આરોપીએ એ જ હેલ્પલાઈન નંબર પર માફી માંગી હતી. હવે મુંબઈ પોલીસે આરોપીની ઝારખંડમાંથી ધરપકડ કરી છે અને તેને પૂછપરછ માટે મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે સલમાન ખાન ને ધમકી આપનાર આરોપીની ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરવામાં આવી છે. વર્લી પોલીસની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. ગયા અઠવાડિયે મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો.

Advertisement

પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર આવ્યો

જેમાં Salman Khan પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ પછી પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. બોલિવૂડ અભિનેતાને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના કેસને ઉકેલવા માટે રૂ. 5 કરોડ નહીં ચૂકવે તો તેની હાલત મુંબઈમાં માર્યા ગયેલા NCP નેતા બાબા સિદ્દીકીના કરતાં પણ ખરાબ હશે. આ ધમકીભર્યો મેસેજ 17 ઓક્ટોબરે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર આવ્યો હતો.

તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હશે

આરોપીએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે, જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો આમ નહીં કરવામાં આવે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હશે. જોકે, આ જ હેલ્પલાઈન નંબર પર બીજો મેસેજ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પહેલો મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement