For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કોલકાતા શહેરમાં હવે યલો એમ્બેસેડર ઈતિહાસ બનશે, માર્ચ મહિનામાં થશે બંધ

11:00 PM Dec 24, 2024 IST | revoi editor
કોલકાતા શહેરમાં હવે યલો એમ્બેસેડર ઈતિહાસ બનશે  માર્ચ મહિનામાં થશે બંધ
Advertisement

આઈકોનિક યલો એમ્બેસેડર સૌપ્રથમ 1962માં કોલકાતા શહેરમાં એક કેબ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કારનું ઉત્પાદન થતું નથી અને સરકારની નીતિ સમયાંતરે બદલાતી હોવાથી, આ માર્ચમાં શહેરની 80 ટકા પીળી ટેક્સીઓ રોડ પરથી ઉતરી જશે.

Advertisement

'સિટી ઓફ જોય' કોલકાતાએ માર્ચ સુધીમાં તેની 80 ટકા પ્રતિકાત્મક પીળી ટેક્સીઓને તબક્કાવાર રીતે બંધ કરી દીધા બાદ, શૉ અને તેના જેવા ડ્રાઈવરો અનિશ્ચિત ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. શૉની 15 વર્ષ જૂની ટેક્સી તેની સેવા પૂરી થવાના આરે છે.

કોલકતાના આઈકોનિક યલો મીટર ચેક્સીના 7,000 મજબૂત કાફલામાંથી લગભગ 4,500ને આ વર્ષે તેમની 15-વર્ષની સેવા મર્યાદા ઓળંગવા બદલ રસ્તાઓ પરથી દૂર કરવામાં આવી રહી છે. જે શહેરના પરિવહન લેન્ડસ્ક્રેપને ફરીથી આકાર આપવા માટે તૈયાર છે.

Advertisement

એક સમયે શહેરમાં એક માત્ર પ્રકની કે ઉપલબ્ધ હતી જ્યારે 2015માં એપ કેબ્સે શરૂ થઈ. શહેરની બાકી 7,000 પીળી મીટરવાળી ટેક્સીઓમાંથી મોટા ભાગની જુની ગાડીઓ હતી. રાજ્ય સાથે વાહનવ્યવહાર વિભાગે જણાવ્યું કે 4493 ગાડીઓએ 15 વર્ષની સેવા મર્યાદા વટાવી છે.

2008માં કલકત્તા હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, 15 વર્ષથી વધુ જુનું કોઈ પણ કોમર્શિયલ વાહન શહેરના રસ્તા પર ચાલી નહીં શકે. એક વખત વાહન આ મર્યાદા પૂર્ણ કરી લે તો તેની પરમિટ અને ફિટનેસ પ્રમાણપત્ર રિન્યું નહીં કરી શકાય.

Advertisement
Tags :
Advertisement