For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, આગળ રહેવા માટે સૌએ મળીને કામ કરવું જરૂરી: નિર્મલા સીતારામણ

01:36 PM Nov 07, 2025 IST | revoi editor
દુનિયા ઝડપથી બદલાઈ રહી છે  આગળ રહેવા માટે સૌએ મળીને કામ કરવું જરૂરી  નિર્મલા સીતારામણ
Advertisement

મુંબઈ: કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું કે વર્તમાન સમયમાં વિશ્વ અત્યંત ઝડપથી બદલાઈ રહ્યું છે અને ભારતમાં અગ્રસ્થાન જાળવવા માટે સરકાર, ઉદ્યોગ જગત અને નાગરિક સૌએ મળીને કામ કરવાની જરૂર છે. મુંબઈમાં યોજાયેલી 12મી એસબીઆઈ બેંકિંગ અને આર્થિક પરિષદ 2025ને સંબોધતા તેમણે કહ્યું હતું કે, “આત્મનિર્ભરતાનો માર્ગ હિંમત, સહકાર અને બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ પોતાને ઢાળવાની ક્ષમતા ધરાવે છે.”

Advertisement

સીતારામણે જણાવ્યું કે, “સબકા પ્રયાસ” માત્ર એક સૂત્ર નથી, પરંતુ સતત પ્રગતિ માટેનું મુખ્ય તત્વ છે. તેમણે આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ પાંચ મુખ્ય પરિમાણો  આર્થિક, સામાજિક, ટેક્નોલોજીકલ, વ્યૂહાત્મક અને ઉર્જા આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે મોદી સરકાર આ દિશામાં સતત પ્રયત્નશીલ છે.

નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિવિધતાથી ભરેલો દેશ છે અને આપણે અન્ય દેશોની નકલ કરીને આગળ નથી વધી શકતા. આર્થિક આત્મનિર્ભરતાનો માર્ગ આપણાં પોતાના વાસ્તવિકતાઓ, જરૂરિયાતો અને આશાઓ અનુસાર નક્કી થવો જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો કે મોદી સરકારના સમયમાં પુજી ખર્ચમાં પાંચ ગણો વધારો થઈ 11.21 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે, 23 શહેરોમાં મેટ્રો રેલ ચાલે છે અથવા બાંધકામ હેઠળ છે, અને બંદર ક્ષમતા બમણી થઈ ગઈ છે.

Advertisement

સીતારામણે જણાવ્યું કે સામાજિક આત્મનિર્ભરતા માટે ‘અંત્યોદય’નું મહત્વ વધારવું જરૂરી છે એટલે કે નાગરિકોને સહાય પર આધારિત બનાવવાના બદલે સશક્ત અને સ્વતંત્ર બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ. આપણું લક્ષ્ય એવુ સમાજ હોવું જોઈએ જે આત્મવિશ્વાસથી ભરેલો, કાળજી લેતો અને એકતાસભર હોય.

ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા અંગે તેમણે જણાવ્યું કે તે માત્ર હાર્ડવેર અથવા મેન્યુફેક્ચરિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ ડેટા સોવરેનિટી, ડિજિટલ વિશ્વાસ, AI, ક્વાન્ટમ ટેક્નોલોજી, સ્પેસ અને બાયો-ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નેતૃત્વ મેળવવા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. સીતારામણે સમજાવ્યું કે વ્યૂહાત્મક આત્મનિર્ભરતા એટલે રાષ્ટ્રીય હિત અને સંપ્રભુતા માટે મહત્વના નિર્ણયો લેવા માટેની સ્વાયત્તતા. તેમાં ખોરાક, ઊર્જા, ખનિજ અને રક્ષણની જરૂરિયાતોનું સ્થાનિક સ્તરે સંરક્ષણ પણ સામેલ છે. ઊર્જા આત્મનિર્ભરતા માટે તેમણે સંસાધનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ અને ભવિષ્યની પેઢીઓ માટે પર્યાવરણનું રક્ષણ જરૂરી ગણાવ્યું.

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, આત્મનિર્ભરતા કોઈ અંતિમ મુકામ નથી, પરંતુ એક યાત્રા છે. સરકારે કેન્દ્રથી લઈને રાજ્ય, નિયમનકારી સંસ્થાઓ અને ન્યાયિક સ્તરે સતત સુધારાની માનસિકતા અપનાવવી જોઈએ. તેમણે આહ્વાન કર્યું કે 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે સૌએ મળીને આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ.

Advertisement
Tags :
Advertisement