દુનિયાએ ઉજવ્યું નવું વર્ષ, તસવીરોમાં જુઓ ક્યા દેશમાં કેવી રીતે થઈ ઉજવણી?
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા તો કેટલીક જગ્યાએ લોકોએ ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરી હતી. નવા વર્ષ પહેલા ભારતમાં પણ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. તસવીરોમાં જુઓ વિશ્વભરમાં નવું વર્ષ કેવી રીતે ઉજવવામાં આવે છે.
મુંબઈ, ભારત
મુંબઈમાં લોકોએ પોતાના મોબાઈલ ફોનની ફ્લૅશ પ્રગટાવીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.
ટોક્યો, જાપાન
નવા વર્ષ નિમિત્તે જાપાનમાં સરકારી ઈમારતોને શણગારવામાં આવી હતી.
જકાર્તા, ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં મહિલાઓએ હેડબેન્ડ પહેરીને ઉજવણીમાં ભાગ લીધો હતો.
ફિલિપાઇન્સ
ફિલિપાઈન્સમાં બાળકોએ ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.
સિડની, ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષ નિમિત્તે વિશાળ ફટાકડાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખું આકાશ રંગબેરંગી રોશનીથી રંગાઈ ગયું હતું.
બેંગકોક, થાઈલેન્ડ
થાઈલેન્ડમાં પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ પ્રાર્થના કરી અને ફટાકડા ફોડી નવા વર્ષનું સ્વાગત કર્યું.
સીરિયા
સીરિયામાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકો ડીજેના તાલે નાચ્યા હતા.
ઈરાક
ઈરાકમાં પણ નવા વર્ષ નિમિત્તે લોકો રસ્તા પર ઉતરીને ઉજવણી કરી હતી. લોકોએ ભારે ધામધૂમથી ઉજવણી કરી.
મોસ્કો, રશિયા
રશિયામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન, એક વ્યક્તિ સાન્તાક્લોઝના પોશાકમાં જોવા મળ્યો હતો.
(ફાઈલ ફોટો)