For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં જુના સચિવાલયમાં કેન્ટીન સામે નવા બ્લોકના કામમાં વિલંબ થશે

05:54 PM Jan 07, 2025 IST | revoi editor
ગાંધીનગરમાં જુના સચિવાલયમાં કેન્ટીન સામે નવા બ્લોકના કામમાં વિલંબ થશે
Advertisement
  • વીજલાઈન સહિત યુટીલીટી લાઈનો ખસેડાયા બાદ કામ શરૂ કરી શકાશે
  • દરેક બ્લોક વચ્ચે હવા-ઉજાશ માટે પુરતી સ્પેસ અપાશે
  • ડો. જીવરાજ મહેતા ભવનની કાયાપલટ કરાશે

ગાંધીનગરઃ પાટનગરમાં જૂના સચિવાલય તરીકે ઓળખાતા ડો. જીવરાજ મહેતા ભવનના કેટલાક બ્લોકનું રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. તો જુના સચિવાલયના કેમ્પસમાં નવા બ્લોક પણ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને અહીં તબક્કાવાર બ્લોક તૈયાર કરવાનું આયોજન છે ત્યારે બીજા બ્લોકની કામગીરી શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. કેન્ટીનની સામે નવો બ્લોક બનાવવાનો છે પરંતુ વીજ લાઇન સહિત યુટીલીટી લાઇનો અવરોધ રૂપ હોવાથી પ્રથમ તેને ખસેડવાની કામગીરી ચાલી રહી છે તે પુરી થયા બાદ બ્લોક માટે પાયા ખોદવાની કામગીરી શરૂ કરાશે.

Advertisement

પાટનગર ગાંધીનગરમાં જુના સચિવાયલમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ડો. જીવરાજ મહેતા ભવનના નામે ઓળખાતા જુના સચિવાયલમાં વર્ષો પહેલા મંત્રીઓ બેસતા હતા, અને રાજ્યભરનો વહિવટ જુના સચિવાલયથી થતો હતો. જો કે ત્યારબાદ મંત્રીઓ માટે નવું સચિવાલય બનાવવામાં આવ્યું અને ત્યાર બાદ સ્વર્ણિમ સંકુલ બનાવવામાં આવ્યું આજે તમામ મંત્રીઓ સ્વર્ણિમ સંકુલમાં બેસે છે. ડો જીવરાજ મહેતા ભવન જુના સચિવાલયમાં હાલ ઘણીબધી કચેરીઓ આવેલી છે, વર્ષો  જૂના સચિવાલયના નવિનીકરણને બદલે તેના નવા બ્લોક તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે અહીં વધુ કચેરીઓના સમાવેશ ઉપરાંત પાર્કિંગ, ગાર્ડન સહિતની એમેનિટીઝ પણ મળશે અને બ્લોક વચ્ચે વધુ સ્પેસ રાખીને કચેરીઓને પુરતું હવા ઉજાસ મળે તેવું પ્લાનીંગ કરાયું છે. કચેરીઓને સ્થળાંતરિત કરવી ન પડે તે માટે તબક્કાવાર બ્લોક તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે મુજબ પ્રથમ બ્લોકનું કામ ચાલી રહ્યું છે અને હવે બીજા બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ જે જગ્યાએ આ બ્લોક બનવાનો છે ત્યાં વીજળી, પાણી સહિતની લાઇનો પસાર થઇ રહી છે. આથી સૌ પ્રથમ આ લાઇનો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બ્લોક બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement