સરદાર સરોવર ડેમની જળસપાટી 134.51 મીટરે પહોંચી, ડેમ 87 ટકા ભરાયો
- સરદાર સરોવર ડેમમાં ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે,
- નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,
- દર કલાકે જળસપાટીમાં સરેરાશ 4 સેન્ટીમીટરનો વધારો
અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમની સપાટી 134.51 મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાંથી હાલમાં નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે, જેની સરખામણીમાં ડેમ હવે છલકાવાથી માત્ર ગણતરીના મીટર જ દૂર છે. હાલની સ્થિતિએ ડેમ 87 ટકા ભરાઈ ચૂક્યો છે
સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની આવકને પગલે ડેમના RBPH (રિવર બેડ પાવર હાઉસ) અને CHPH (કેનાલ હેડ પાવર હાઉસ)ના પાવર હાઉસ ફરીથી શરુ કરી દેવામાં આવ્યા છે. જેનાથી વીજ ઉત્પાદન શરુ થયું છે. ડેમમાંથી હાલમાં નર્મદા નદીમાં 49,396 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
નર્મદા ડેમ કંટ્રોલ રૂમના સૂત્રોના કહેવા મુજબ, હાલ ડેમમાં ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. પાણીની સતત આવકને કારણે ડેમની જળસપાટી 134.51 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે, જેની સરખામણીમાં ડેમ હવે છલકાવાથી માત્ર ગણતરીના મીટર જ દૂર છે. હાલની સ્થિતિએ ડેમ 87 ટકા ભરાઈ ચૂક્યો છે. જેના કારણે ટૂંક સમયમાં ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચવાની શક્યતા છે. પાણીની આવક એટલી તીવ્ર છે કે દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સરેરાશ 4 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. ડેમ મેનેજમેન્ટ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવશે.