ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધ્યો
નવી દિલ્હીઃ ભારતમાં એન્ટી-બાયોટિક દવાઓનો ઉપયોગ ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ લોકોમાં વધી રહેલા આ ચલણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એઆઈજી હોસ્પિટલ્સ હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા એક ગ્લોબલ સ્ટડીમાં ચોંકાવનારી વાત સામે આવી કે, ભારતમાં એક સુપરબગ વિસ્ફોટનો સામનો કરી રહ્યું છે અને અહીંની હોસ્પિટલોમાં આવતા 83 ટકા દર્દીઓ પહેલાથી દવા-પ્રતિરોધી બેકટેરિયા લઈને આવે છે.
રોગાણુરોધી જાગરુકતા સપ્તાહ દરમિયાન ધ લેસેટમાં પ્રકાશિત થયેલા આ સ્ટડીમાં એવી પણ ચેતાવણી આપી છે કે, ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકાર સામેની લડાઈ મહત્વના સ્થળ પર પહોંચી છે. ડોકટરોનું માનવુ છું કે, એન્ટીબાયોટિક દવાઓ સરળતાથી લોકો સુધી પહોંચે છે. દવાની દુકાનો ઉપર તબીબોના પ્રિકસીપન વિના આ દવા મળે છે. તેમજ ડેરી, પોલ્ટ્રી તથા ખેતીમાં એન્ટીબાયોટિક દવાઓના વ્યાપક ઉપયોગથી આ સંકટ વધી રહ્યું છે. એએમઆર ત્યારે જ્યારે બેકટેરિયા, વાયરસ, ફંગસ તથા પેરાસાઈટ્સ આ દવાઓ બચાવવા માટે વિકસાવવામાં આવી છે. જેનો ઈરાદો તેમને મારવાનો નથી, પરંતુ સંક્રમણની સારવાર મુશ્કેલ અને ક્યારેક-ક્યારેક અસંભવ થઈ શકે છે. ગ્લોબલ સ્ટડીમાં સામે આવ્યું છે કે, ભારતમાં દર્દીઓ અધિક અસુરક્ષિત છે, ખાસ કરીને તેમના ફેફસાની જુની બીમારી, હાર્ટ એટેક અને વારંવાર એન્ટી-બાયોટિક દવાનું સેવન કરવું છે.
ગ્લોબલ સ્ટડી દરમિયાન તબીબોએ ભારત, ઈટલી, અમેરિકા અને નેધરલેન્ડની હોસ્પિટલોમાં 1200 દર્દીઓની તપાસ કરી હતી. જેમાં ભારતીય દર્દીઓમાં પ્રતિરોધી બેકટેરિયાનું અસાધારણ રૂપથી ઉચ્ચસ્તરે મળ્યું હતું. આ મામલે તબીબોનું કહેવું છે કે, ઓળખવામાં આવેલા મોટાભાગના બેકટેરિયાના અંતિમ ઉપાયના રૂપમાં એન્ટીબાયોટિક દવાઓની કોઈ અસર થતી નથી. બીજી તરફ ઈટલીમાં 31.5 ટકા, અમેરિકામાં 30 ટકા અને નેધરલેન્ડમાં 10.8 ટકા જ બેકટેરિયા મળી આવ્યાં છે.