For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિવાળીના મીની વેકેશનમાં કચ્છના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઊભરાયાં

06:11 PM Nov 06, 2024 IST | revoi editor
દિવાળીના મીની વેકેશનમાં કચ્છના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઊભરાયાં
Advertisement
  • માતાનામઢમાં બે લાખથી વધુ યાત્રિકોએ કર્યા દર્શન,
  • પ્રવાસીઓના ધસારાને લીધે નાના ધંધાર્થીઓની દિવાળી સુધરી,
  • નારાયણ સરોવર, ખાવડા અને કાળા ડુંગર પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ભૂજઃ છેલ્લા એક દાયકાથી કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. જેમાં દિવાળીની રજાઓમાં કચ્છના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભાડી જોવા મળી હતી. નારાયણ સરોવર, ધોરડો, ધોળાવીરા, માતાના મઢ, કાળો ભંજીયો ડુંગર, માંડવી બીચ સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.

Advertisement

કચ્છમાં હાલ દિવાળીના મીની વેકેશનને લઈ પ્રવાસન ક્ષેત્રે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક ભુજ શહેરથી યાત્રાધામો અને પ્રવાસન ક્ષેત્રો લોકોની ભીડથી ગાજી રહ્યા છે. રમણીય બીચ ધરાવતા માંડવી, યાત્રાધામ માતાના મઢ, નારાયણ સરોવર અને ખાવડા પાસેના કાળો ડુંગર ખાતે ભાવિકો-પ્રવાસીઓની મોટી હાજરી નોંધાઈ રહી છે. લોકોના ઘસારાથી રિક્ષા- છકડો અને ટેક્ષી વાહનો સાથે ખાણીપીણી ના ધંધાર્થીઓને ત્યાં વિશેષ ગ્રાહકી જોવા મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. અનેક યાત્રિકોને માતાનામઢથી લઈને છેક નારાયણ સરોવર સુધી રાત્રી રોકાણ માટે જગ્યા ન મળતા પરત ફરવાની ફરજ પડી હતી.

લખપત તાલુકાના યાત્રાધામ માતાનામઢ ખાતે ભાવિકો ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓ દરમિયાન છેલ્લા ચાર દિવસમાં અંદાજિત બે લાખથી પણ વધુ માઇ ભક્તોએ માં આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા. પ્રવાસીઓની  ભીડથી માતાના મઢની બજારમાં નવરાત્રિ જેવો  માહોલ જોવા મળ્યો હતો. માતાજીના દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી હતી. યાત્રિકોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો. છેલ્લા ચાર દિવસથી અહીં અવિરત આવી રહેલા મોટી સંખ્યામાં યાત્રિકો ખાનગી વાહનો દ્વારા આવતા હોવાથી હાઇવે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી તેમાં અહીં પાર્કિંગ સ્થળે પણ મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા.

Advertisement

વિશેષ યાત્રાધામ માતાના મઢમાં રાતો વાતો કરવા માટે આવેલા યાત્રિકો માટે જાગીર ટ્રસ્ટના રૂમો સાથે અહીંની ખાનગી હોટલ ગેસ્ટ હાઉસમાં પણ હાઉસફુલ્લના પાટીયા લાગી જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં બાંધેલા સમીયાણામાં રાતવાસો કરવાની ફરજ પડી હતી અનેક યાત્રિકોને માતાનામઢથી લઈને છેક નારાયણ સરોવર સુધી રાત્રી રોકાણ માટે જગ્યા ન મળતા પરત ફરવાની ફરજ પડી હતી.

Advertisement
Tags :
Advertisement