હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ હવે તા, 26મી જુનથી યોજાશે

06:04 PM Jun 11, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અગાઉ તા. 18મીથી 20મી જુન દરમિયાન યોજાવાનો હતો. અને એનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પાછળ ઠેલવામાં આવ્યો છે. હવે 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ 2025 અંગે બ્રિફિંગ મીટિંગ યોજી હતી.

Advertisement

ગુજરાતભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો ત્રિ-દિવસીય કાર્યક્રમ તા. 26મી જુનથી યોજાશે. તા. 27મીએ અષાઢી બિજને રથયાત્રાનો દિવસ છે, એટલે શાળાઓને મળતી રથયાત્રાની સ્થાનિક રજામાં ફેરફાર કરવાની ફરજ પડી છે. કેમ કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 26મીથી 28મી, જૂન સુધી ત્રણ દિવસ માટે યોજાશે. જ્યારે 27મી, જૂન શુક્રવારે રથયાત્રાનો તહેવાર આવે છે. મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ બનાવીના બાળકોના શિક્ષણની સાથે સાથે ઉજ્જવળ ભવિષ્યનું આયોજન કરવા અપીલ કરી છે.

રાજ્યભરની શાળાઓમાં નવા શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 22 વર્ષથી ઊજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન અગાઉ 18મીથી 20મી, જૂન સુધી યોજવાનો હતો. પરંતું રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પદાધિકારીઓ ઉપસ્થિત થઇ શકે નહી. ઉપરાંત રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા પક્ષના સિમ્બોલવાળી નોટબુક, સ્કુલબેગ સહિતની શૈક્ષણિક વસ્તુઓ આદર્શ આચારસંહિતાને કારણે આપી શકાય નહી. આવી દરેક બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી રાજ્યભરની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 26મીથી 28મી, જૂન-2025 સુધી યોજવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની નવી તારીખોની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બ્રીફીંગના કાર્યક્રમમાં કરવામાં આવી હતી. જોકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની તારીખોમાં ફેરફાર કરવાથી શાળાઓએ રથયાત્રાની સ્થાનિક રજા ગોઠવવામાં આવી હતી. આથી શાળાઓને પોતાની સ્થાનિક રજાની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડશે. કેમ કે 27મી, જૂને રથયાત્રા મહોત્સવ આવે છે.

Advertisement

રાજ્યના મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સમાજોત્સવ બનાવીને બાળકોના શિક્ષણની સાથે સાથે ઉજ્જવળ ભવિષ્યનું આયોજન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય સચિવ પંકજ જોષીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અધિકારીઓને શાળાની મુલાકાત દરમિયાન એસએમસી સાથેની બેઠક દ્વારા ફીડબેક મેળવીને સોશિયલ ઓડિટ કરવાની અપીલ કરી હતી. (File photo)

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSchool Entrance FestivalTaja Samacharviral news
Advertisement
Next Article