સની દેઓલ અને રણદીપ હુડાની એક્શન ફિલ્મ 'જાટ'નું થીમ સોંગ રિલીઝ થયું
મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને રણદીપ હુડાની આગામી એક્શન ફિલ્મ 'જાટ'ના નિર્માતાઓએ ફિલ્મનું થીમ સોંગ રિલીઝ કર્યું છે. સોંગમાં સની દેઓલનો સ્વેગ જોવા મળ્યો હતો. દેઓલનો હાઇ-એનર્જી ટ્રેક સ્વેગ ચાહકોને જોવા મળશે. સોંગના બીટમાં સની દેઓલ ફૂલ એનર્જી સાથે આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
'જાટ થીમ સોંગ'માં સની દેઓલ કુર્તા, પાયજામા અને પાઘડી પહેરેલો જોવા મળ્યો હતો. સની દેઓલે પણ આ ગીત ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'સબસે પ્યારી, જાટ કી યારી, જાટ સે દુશ્મની પડી ભારી.' અગાઉ આ ફિલ્મના 'ટચ કિયા' અને 'ઓહ રામા શ્રી રામા' સોંગ રિલીઝ કરવામાં આવ્યા હતા.
થમન એસ દ્વારા તૈયાર કરવામાં આવેલા 'ઓહ રામા શ્રી રામા' ગીત નિર્માતાઓ દ્વારા 6 એપ્રિલે રામ નવમીના શુભ અવસર પર વારાણસીના નમો ઘાટ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સની દેઓલ, રણદીપ હુડા, વિનીત કુમાર સિંહ અને નિર્માતા ટીજી વિશ્વ પ્રસાદ પણ હાજર રહ્યા હતા. અગાઉ નિર્માતાઓએ 'ટચ કિયા' ગીત રિલીઝ કર્યું હતું. જેમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલા, રણદીપ હુડા અને વિનીત કુમાર સિંહ સાથે જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ, ખલનાયકની ભૂમિકા માટે રણદીપ હુડાએ પોતાના વાળ વધાર્યા અને પોતાના બોડી પર કામ કર્યું હતું, જેથી ફિલ્મ તેનું પાત્ર વધુ ખતરનાક જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ મૈત્રી મૂવી મેકર્સ અને પીપલ મીડિયા ફેક્ટરી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. 'જાટ' ફિલ્મ 10 એપ્રિલે હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ સિનેમાઘરોમાં રિલીઝ થશે.