For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરોને પકડવા તંત્રએ ઝૂંબેશ આદરી

05:40 PM Dec 19, 2024 IST | revoi editor
ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરોને પકડવા તંત્રએ ઝૂંબેશ આદરી
Advertisement
  • છેલ્લા બે દિવસમાં 6 વાહનો સહિત 1.25 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો,
  • એક વર્ષમાં ખનીજચોરીને 225 કેસ કરાયા,
  • રાત્રી દરમિયાન પણ નદીમાં તપાસ કરવા કલેક્ટરનું ફરમાન

ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ખનીજમાફિયાઓ સાબરમતી નદી અને કોતરોમાંથી તેમજ અન્ય નદીઓ તેમજ સરકારી પડતર જમીનોમાંથી રેતી માટી સહિત ખનીજની ચોરી કરી રહ્યા છે. આ અંગેની ફરિયાદો ઊઠતા જિલ્લા કલેક્ટરની સુચના બાદ ખનીજ વિભાગ છેલ્લા કેટલાક દિવસથી ઝૂંબેશ આદરી છે. છેલ્લા બે દિવસમાં જ તંત્રએ ખનિજ ચોરીના કુલ 6 વાહનો મળી આશરે 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના આદેશ બાદ ખનીજ વિભાગ દ્વારા  ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ તંત્રની ક્ષેત્રીય ટીમ દ્વારા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વાહન ચેકીંગની સઘન કામગીરી અલગ-અલગ વિસ્તારમાં રાત્રિ-દિવસના સમયે સાદીરેતી અને સાદીમાટી ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતાં 6 વાહનો ડિટેઈન કરાયા છે.  જેમાં કલોલ તાલુકાના મોટી ભોયણથી ઓવરલોડ સાદી રેતી ભરી વહન કરતું ડમ્પર, ખાત્રજ ગામ ખાતેથી રોયલ્ટી પાસ વિના સાદી રેતી ભરેલું ટ્રેક્ટર તેમજ માણસાનાં લાકરોડાથી ટ્રેકટર પકડી લેવાયું હતું. એજ રીતે ગાંધીનગર તાલુકાના વાસણા-હડમતીયા ગામ ખાતેથી ડમ્પર, નાના ચિલોડા ખાતેથી ડમ્પર મળીને કુલ છ વાહનો પકડી કુલ રૂ. 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો 2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર જિલ્લા ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના અત્યાર સુધીમાં કુલ 109 કેસો કરી 85.06 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષ-2024/25 દરમિયાન ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 225 કેસો કરી 223.43 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ 1599.32 લાખની દંડકીય રકમની ખનિજના બિનઅધિકૃત ખનનની કુલ બે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી. તેમજ અન્ય 4 કેસોમાં કુલ દંડની વસુલાતની નોટીસ આપવામાં આવી છે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement