For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

યુપી મદરેસા એક્ટને સુપ્રીમ કોર્ટને માન્યતા આપી

12:31 PM Nov 05, 2024 IST | revoi editor
યુપી મદરેસા એક્ટને સુપ્રીમ કોર્ટને માન્યતા આપી
Advertisement

લખનૌઃ યુપી મદરેસા એક્ટ મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટીને યુપી મદરેસા એક્ટને માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરસા બોર્ડ એક્ટને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવીને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો.

Advertisement

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે રાજ્ય સરકાર શિક્ષણને નિયમિત કરવા માટે કાયદો બનાવી શકે છે. આમાં અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય જેવા અનેક પાસાઓનો સમાવેશ થાય છે. મદરેસાઓ ધાર્મિક શિક્ષણ પણ આપે છે, પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થીને ધાર્મિક શિક્ષણ માટે દબાણ કરી શકાય નહીં.

યુપી મદરેસા એક્ટ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મદરેસા એક્ટમાં મદરેસા બોર્ડને ફાઝીલ, કામિલ જેવી ડિગ્રીઓ આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ યુજીસી એક્ટ વિરુદ્ધ છે. આ દૂર કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ડિગ્રી આપવી એ ગેરબંધારણીય છે, પરંતુ બાકીનો કાયદો બંધારણીય છે. CJI ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

Advertisement

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બોર્ડ સરકારની સંમતિથી આવી સિસ્ટમ બનાવી શકે છે, જ્યાં તે મદરેસાના ધાર્મિક પાત્રને અસર કર્યા વિના બિનસાંપ્રદાયિક શિક્ષણ આપી શકે. 5 એપ્રિલે સુપ્રીમ કોર્ટે યુપી મદરસા એક્ટ પર સુનાવણી કરતા હાઈકોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 22 ઓક્ટોબરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Advertisement
Tags :
Advertisement