હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સરખેજ-ગાંધીનગર હાઈવે પરના ઓવરબ્રિજના બાકી કામો પૂર્ણ થતાં જ સિગ્નલ ફ્રી કરાશે,

05:41 PM Jun 30, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ સરખેજથી ગાંધીનગરનો હાઈવે એસજી હાઈવે તરીકે ઓળખાય છે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટીને જોડતો આ મહત્વનો હાઈવે હોવાથી ભરચક ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે આ હાઈવે પર 13 જેટલા ઓવરબ્રિજ બનાવી દેવામાં આવ્યા છે. અને કર્ણાવતી કલબ-પ્રહલાદનગર-વાયએમસી તરફનો ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત નર્મદા કેનાલને ક્રોસ કરતા રોડને પહોળો કરીને 4 માર્ગીય તૈયાર કરાશે. બ્રિજ સહિત તમામ કામો પૂર્ણ થયા બાદ . એસજી હાઈવે રાજ્યનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે. એટલે કે ગાંધીનગરથી નિકળીને  સનાથલ ચોકડી સુધી 34 કિલોમીટર નોન સ્ટોપ આવી શકાશે.

Advertisement

ગાંધીનગર-સરખેજ હાઈવે પર ટ્રાફિકમાં સતત વધારો થઈ રહ્યો છે. તમામ ક્રોસ રોડ પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. હાઈવેને પહોળો કરવામાં આવી રહ્યો છે. તમામ કામો પૂર્ણ થતાં ગાંધીનગરના ચ-0 સર્કલથી સનાથલ સુધીના 34 કિલોમીટરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર એક પણ સિગ્નલ નહીં હોય. એસજી હાઈવે રાજ્યનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે, જે બે શહેરને જોડશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર તરફ જતા લોકો ગાંધીનગરથી નીકળ્યા બાદ સીધા સનાથલ સુધી નોન સ્ટોપ પહોંચી શકાશે. અત્યાર સુધી વિવિધ જંક્શનોને બાયપાસ કરતા 13 ફ્લાઇઓવર બની ચૂક્યા છે. જ્યારે કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર, વાયએમસીએને જોડતો એલિવેટેડ કોરિડોર તૈયાર કરાશે, જેનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત નર્મદા કેનાલને ક્રોસ કરતા રોડને પહોળો કરીને 4 માર્ગીય તૈયાર કરાશે. આ ઉપરાંત આ હાઇવેને આગળ પણ સિગ્નલ ફ્રી કરવા ચિલોડા પાસે સાબરમતી બ્રિજ પર ફોર લેન રોડ તૈયાર કરાશે. આવનારા સમયમાં સનાથળ પર તૈયાર થનારા કેબલ બ્રિજને કારણે સનાથળ બ્રિજ પર પણ ઊભા રહેવાની જરૂર રહેશે નહીં.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSarkhej-Gandhinagar Highwaysignal freeTaja Samacharviral news
Advertisement
Next Article