For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો, જાફરાબાદની 3 બોટએ લીધી જળસમાધી

06:25 PM Aug 21, 2025 IST | Vinayak Barot
સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો  જાફરાબાદની 3 બોટએ લીધી જળસમાધી
Advertisement
  • દરિયામાં કરન્ટને લીધે 500થી વધુ બોટ પરત ફરી,
  • 5 ખલાસીને બચાવી લેવાયા 11 ખલાસીઓ લાપત્તા બનતા શોધખોળ જારી,
  • મધદરિયે વાતવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટરથી બચાવ કામગીરી ન થઈ શકી

જાફરાબાદઃ સૌરાષ્ટ્રના દરિયામાં ચક્રવાતને લીધે ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દરિયો તાફોની બનવાની આગોતરી ચેતવણી આપી હતી. મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે. પણ જાફરાબાદની ત્રણ બોટ ડૂબી ગઈ હતી.તોફાની વાતાવરણમાં મધદરિયે ત્રણ બોટે કાબુ ગુમાવતા જળ સમાધી લીધી હતી. જો કે, આ ગંભીર ઘટનામાં 11 ખલાસી લાપતા બન્યા હોવાનું જણાયું છે અને સંલગ્ન તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જો કે, અત્યાર સુધીમાં 500 બોટ પરત આવી હોવાનું જણાયું છે.

Advertisement

જાફરાબાદ માછીમારીની નવી સિઝનના પ્રારંભે જ દરિયો ખેડવા નિકળેલા સાગરખેડૂ મધદરિયે પહોંચ્યા અને કુદરતી વાતાવરણ ગંભીર બનતા મધદરિયેથી બોટ લઇને કાંઠે પરત ફરતા અનેક બોટના મશીનો પર બંધ હોવાથી અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી દોરડા બાંધી ૫રત ફર્યા હતા. દરિયો ગાંડોતૂર બની મસમોટા મોજાં ઉછાળતા જાફરાબાદથી 18 નોટિકલ માઇલ યશવંતભાઈ બારૈયાની જયશ્રી નામની બોટે મધદરિયામા જળસમાધિ લીધી હતી અન્ય બોટ દ્વારા 5 ખલાસીઓ ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 4 ખલાસીઓ લાપતા થયા હતા તેમજ જાફરાબાદની દેવકી નામની બોટે પણ મધદરિયે જળસમાધિ લીધી હતી તે બોટમાં 10 ખલાસીઓ હતા અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી 7 જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર નામની બોટે મધદરિયામા જળસમાધિ લેતા અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી 5 જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા આમ 3 બોટના કુલ 11 ખલાસીઓ લાપતા હોવાથી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે. મધદરિયે વાતવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટર લાવવું મુશ્કેલ બન્યું છે. ફિશરીઝ વિભાગ અને વહીવટી તંત્રએ પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપી હતી હાલ વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય માછીમારો દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ખરવા સમાજના બોટ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે મધદરિયેથી 500 બોટ જાફરાબાદ બંદરે પરત પહોંચી છે. અન્ય બોટો સાથે વાયરલેસ કરી તેઓને નજીકના બંદરે જતા રહેવા સુચના આપવામાં આવી રહી છે. પીપાવાવ કોસ્ટ ગાર્ડ સાથે પણ સંપર્ક કર્યો છે વહેલી સવારથી જિલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષક તથા ફિશરીઝ વિભાગ કોસ્ટ ગાર્ડ પણ જાફરાબાદ બંદરે આવી પહોંચ્યા હતા અને સાગરખેડૂઓ સાથે બેઠક યોજી હતી આમ ગંભીર ઘટના ઘટતા  વહીવટી તંત્ર દોડતું થયું છે.

Advertisement

જાફરાબાદ બંદરે દરિયામાં મસમોટા મોજા ઉછળી સુસવાટા મળતો વરસાદી પવનના માહોલ વચ્ચે સમુદ્રમાં કરંટ જોવા મળતા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ વડી કચેરી ગાંધીનગરની સુચના મુજબ જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવનો ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ અને સમુદ્રમાં પણ કરંટ જોવા મળ્યો હતો અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement