બરડા ડુંગરના પેટાળના વિસ્તારમાં આવેલા ગામોના બગીચામાં ઉત્પાદિત થતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ
ઉનાળાના આરંભ સાથે જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બજારમાં કેસર કેરીનું આગમન થયું છે. જો કે, હાલ કેસર કેરીના બોક્સનો ભાવ બે હજારથી બોલાઈ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં આ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતમાં કેસર કેરી ગીરમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. તેમજ આ કેરી માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં લોકો વધારે પસંદ કરે છે.
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે 10 દિવસ વહેલી કેરીની આવક શરૂ થઈ છે. જિલ્લાના હનુમાનગઢ, બીલેશ્વર, કાટવાણા સહિતના ગામોના બગીચામાંથી હાલ કેસર કેરીની આવક નોંધાઈ રહી છે.
પોરબંદર જિલ્લામાં બરડા ડુંગરના પેટાળના વિસ્તારમાં આવેલા ગામોના બગીચામાં ઉત્પાદિત થતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ છે. ગીર ની કેસર કેરી કરતા પણ બરડા પંથકની કેસર કેરી સ્વાદમાં લોકપ્રિય છે ત્યારે બરડા પંથકની કેસર કેરીની સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ માંગ છે.
છેલ્લા એક અઠવાડિયામાં રોજ કેસર કેરીની આવક શરૂ થતા કેરીના સ્વાદ રસિકોમાં ખુશી, કેસર કેરીના પ્રતિ કિલોના રૂપિયા 450 થી 711 જેવા ભાવ બોલાઈ રહ્યા છે. આ વર્ષે 5 માર્ચથી કેસર કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ છે જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 10 દિવસ વહેલી કેસર કેરીની આવક શરૂ થઈ છે.