હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગિરનારમાં લીલી પરિક્રમાનો રૂટ વરસાદમાં ધોવાયો, પરિક્રમા રદ થાય તેવી શક્યતા

05:41 PM Oct 29, 2025 IST | Vinayak Barot
Advertisement

જૂનાગઢઃ  ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગિરનારના જંગલ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે પરિક્રમામા 36 કીમીનો માર્ગ ધોવાઈ ગયો છે. વરસાદને લીધે પરિક્રમાના માર્ગ પર કાદવ-કીચડ જામી ગયો છે. અને ઢોળાવવાળા રસ્તા લપસણા બન્યા છે. ત્યારે  જિલ્લા વહીવટીતંત્રએ પરિક્રમમાં વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી છે. જિલ્લા વહીવટીતંત્રની સમિક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેશે.

Advertisement

આગામી તા, 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે, જોકે દર વર્ષે પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી લેતા હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાઈ જતાં તૈયારીઓને બ્રેક લાગી છે તેમજ રદ થવાની પણ શક્યતા છે.

ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તૈયારી છે, પરંતુ કમોસમી વરસાદના કારણે 36 કિમીનો રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્યતા છે. જેને લઈને તંત્રએ અપીલ કરી છે કે, જ્યાં સુધી નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા.  છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ જતાં જોખમી હાલતમાં જણાય છે, ત્યારે પરિક્રમાની ચાલી રહેલી તૈયારી વચ્ચે માવઠું વિધ્ન બન્યું છે. તેવામાં પરિક્રમા યોજાશે કે રદ થશે, આ મામલે જિલ્લા વહીવટીતંત્રની સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.

Advertisement

અગાઉ ગિરનાર લીલી પરિક્રમાને લઈને જિલ્લા કલેક્ટરની કચેરીએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રિકોને પરિક્રમામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને વિવિધ સુવિધા મળી રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratigirnarGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharthe green circumambulation routeviral newswashed away in the rain
Advertisement
Next Article