આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરાઈ
અમદાવાદઃ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજથી 25 નવેમ્બરે સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો ચોઈસ ફિલિંગ કરી શકશે. જ્યારે 25મીએ બપોરે 2 વાગ્યા બાદ ચોઈસ ફિલિંગ કરી હોય તેવા ઉમેદવારો પોતાની ચોઈસ જોઈ શકશે. આગામી શૈક્ષણિક વર્ષમાં ઉપલબ્ધ બેઠકોમાં એમડી-એમએસ આયુર્વેદ માટે 90 બેઠક અને એમડી હૉમિયૉપેથી માટે 47 બેઠક ઉપલબ્ધ છે.
ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે MD, MS, ડિપ્લૉમા મેડિકલ અભ્યાસક્રમ માટે સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ કૉલેજોમાં ગવર્મેન્ટ મેનેજમેન્ટ અને N.R.I. ક્વૉટા માટેની બેઠકો ઉપર ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 27 નવેમ્બરના બપોરના 12 વાગ્યા સુધી ઉમેદવારો ચોઇસ ફીલિંગ કરી શકશે. ઉપરાંત એમ.ડી. એમ.એસ, ડિપ્લોમા અભ્યાસક્રમમાં કુલ 2 હજાર 163 બેઠકો સામે શૈક્ષણિક વર્ષમાં 4 હજાર 803 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેની સામે 4 હજાર 786 વિદ્યાર્થીઓની દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થઈ છે. અને 4 હજાર 670 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થયો છે.