પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના ગૌરવ અને સન્માનની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે, “ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના સન્માન અને ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દીધું હતું. તેમની જન્મજયંતિ 'આદિવાસી ગૌરવ દિવસ'ના શુભ અવસર પર તેમને મારા કોટિ-કોટિ વંદન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ નાનક જયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે શ્રી ગુરુ નાનક દેવજીના ઉપદેશો આપણને કરુણા, દયા અને નમ્રતાની ભાવનાને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે,“શ્રી ગુરુ નાનક જયંતિના શુભ અવસર પર શુભેચ્છાઓ. શ્રી ગુરુ નાનક દેવજીના ઉપદેશો આપણને કરુણા, દયા અને નમ્રતાની ભાવનાને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે. તે આપણને સમાજની સેવા કરવા અને આપણા ગ્રહને વધુ સારો બનાવવા માટે પણ પ્રેરિત કરે છે.”