હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ નાયબ સિંહ સૈનીને અભિનંદન પાઠવ્યા
05:50 PM Oct 17, 2024 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ આજે શપથગ્રહણ કર્યાં હતા. સૈની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથગ્રહણ કર્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ સિંહ સૈનીને હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરનાર નાયબસિંહ સૈની અને તેમની સાથે મંત્રી તરીકે શપથગ્રહણ કરનાર નેતાઓને ખુબ ખુભ શુભેચ્છાઓ.. આ ટીમ સુશાસન અને અનુભવનો અદભૂત સંગમ છે જે અહીંના લોકોના સપનાને સાકાર કરવાની સાથે રાજ્યના વિકાસને નવી ઉંચાઈ ઉપર લઈ જશે. મને વિશ્વાસ છે કે, ડબલ એન્જીનની સરકાર ગરીબો, ખેડૂતો, જવાનો, યુવાનો અને મહિલાઓની સાથે સમાજના તમામ વર્ગની સેવા કરવામાં કોઈ કચાશ રાખશે નહીં.
Advertisement
Advertisement
Next Article