ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરની કિંમત અનેક ગણી વધારે
ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે? ભારતના આ બંને પડોશી દેશમાં ગેસના સિલિન્ડરની કિંમત ભારત કરતા ખુબ ઉંચી છે.
પાકિસ્તાનમાં ઉપલબ્ધ સિલિન્ડરની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે. આર્થિક રીતે નાદાર દેશ પાકિસ્તાનમાં, લોકોને રસોઈ ગેસ માટે લડવું પડે છે. ત્યાં એક સિલિન્ડરની કિંમત 3000 રૂપિયાથી 3500 રૂપિયા સુધીની છે. માર્ચ 2025માં પાકિસ્તાનમાં ઘરેલુ ગેસનો ભાવ 247.82 રૂપિયા હતો. જો આપણે ભારતમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ધ્યાનમાં લઈએ, તો પાકિસ્તાનમાં તે જ સિલિન્ડરની કિંમત 3519 રૂપિયા થશે. જ્યારે પાડોશી દેશમાં 45.4 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 11251.16 રૂપિયા છે. જોકે, ભારતની જેમ, પાકિસ્તાનમાં પણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધઘટ થતી રહે છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનમાં મોંઘવારી કેટલી છે તેનો અંદાજ લગાવી શકાય છે.
બાંગ્લાદેશની વાત કરીએ તો, ત્યાં 12 કિલોગ્રામના LPG ગેસ સિલિન્ડરની કિંમત 1232 રૂપિયાથી 1498 રૂપિયા સુધી છે. જોકે, બાંગ્લાદેશમાં 12 કિલોના સિલિન્ડરની કિંમત પણ સમયાંતરે બદલાતી રહે છે.