રાષ્ટ્રપતિના હસ્તે મહાનુભાવોને 4 પદ્મ વિભુષણ, 10 પદભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરાયાં
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયન ખાતે આયોજિત નાગરિક સન્માન સમારોહ-1માં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર-2025માં સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાઉથના સુપર સ્ટાર સાઉથ સુપરસ્ટાર અજિતકુમાર અને નન્દમૂરિ બાલકૃષ્ણને મળ્યો પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કેરળના શ્રીજેશ પી.આર.ને રમતગમત ક્ષેત્રે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ ભૂતપૂર્વ ભારતીય હોકી ગોલકીપર અને જુનિયર ભારતીય હોકી ટીમના વર્તમાન કોચ છે. શ્રીજેશ વિશ્વના એકમાત્ર હોકી ગોલકીપર તરીકે જાણીતા છે જેમણે તેમની 22 વર્ષની રમત કારકિર્દી દરમિયાન બે વાર ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ અને પ્રતિષ્ઠિત FIH ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે.
જ્યારે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ રમતગમત ક્ષેત્રે તમિલનાડુના રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા, તે શ્રેષ્ઠ ભારતીય ક્રિકેટરોમાંના એક છે. તેમને અર્જુન એવોર્ડ અને ICC ક્રિકેટર ઓફ ધ યર સહિત અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ ઉત્તર પ્રદેશના ડૉ.સત્યપાલ સિંહને રમતગમત ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. એથ્લેટિક્સ કોચ અને માર્ગદર્શક, ડૉ.સત્યપાલ સિંહે તેમના અતૂટ સમર્પણ દ્વારા ભારતીય પેરા-સ્પોર્ટ્સમાં અસાધારણ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, ભારતીય પેરા-એથ્લીટ્સે પેરાલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીત્યા છે. આ પુરસ્કારો ભારતીય રમતગમતમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મંચો પર શ્રેષ્ઠતા પ્રત્યેના તેમના સમર્પણને રેખાંકિત કરે છે.