હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છેઃ પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી

05:56 PM Dec 30, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એવો આ મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ખાતે યોજાશે. મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કાર્યક્રમ આજરોજ શ્રી ચીમનભાઈ અગ્રવાલ (ચેરમેન, અગ્રવાલ ગ્રુપ) ના હસ્તે, પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી, SGVP-ગુરુકુળ, છારોડી, કર્ણાવતીની પ્રેરેક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન પર સંપન્ન થયો.

Advertisement

આ અવસરે પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી આશીર્વચન આપતા કહ્યું હતું કે હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન આપણને એક સાથે ગૂંથે છે. હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે અને હિંદુ સમાજની શક્તિને જગાડવા માટે આવા મેળા વારંવાર કરવા બહુજ જરૂરી છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ જેવો વૈજ્ઞાનિક કોઈ ધર્મ નથી, જરૂરીયાત છે આપણે જાણવાની. મેળામાં વિજ્ઞાનનો સમન્વય ખુબજ આવકારદાયક છે.

Advertisement

સંસ્કૃતમાં જે અપાર વિજ્ઞાન પડ્યું છે તેની વૈજ્ઞાનિકોને ઓછી ખબર છે. જે સમસ્યાનું સમાધાન વિજ્ઞાન નથી કરી શકતું તેનું સમાધાન વેદ કઈ રીતે કરી શકે છે તે અંગેના સેમિનારો શરુ થઇ ચુક્યા છે. આપણે પરમ વૈજ્ઞાનિક ધર્મના વારસદારો છીએ આપણ ને લઘુતાગ્રંથીનો પોસાય. ક્યારેય નહિ માની લેવાનું કે હિંદુ ધર્મમાં અન્ય મિશનરી જેવી સેવા નથી. સેવાઓ તો અપરંપાર છે આપણ ને સ્મૃતિ નથી અને આવા મેળાઓ એ સ્મૃતિ ને જાગરણ કરશે એવો અમારા અંતરમાં વિશ્વાસ છે.

શ્રી ભગ્યેશભાઈ જાહએ ( હિંદુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાનના માર્ગદર્શક, અધ્યક્ષ - ગુજરાત સાહિત્ય એકાડમી) પોતાના પ્રવચનમાં કહ્યું કે હિંદુ સમાજ એક છે આપણે એનું પ્રદર્શન કરવાનું છે. ભૂમિ પૂજન એટલે પ્રકુતિ પૂજન ભૂમિ એ આપણી માતા છે. અને કઈ પણ કામ કરતા પહેલા આપણે એની આજ્ઞા લઈએ છીએ. શ્રી તુલસીરામ ટેકવાણી (અધ્યક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત), શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ ( સચિવ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત) મંચ પર ઉપસ્થિતિ રહ્યા હતા.

શ્રી નારાયણભાઈ મેઘાણી (પ્રભારી, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, પશ્ચિમ ક્ષેત્ર), દ્વારા મેળા સ્થળના નકશા દ્વારા સંપૂર્ણ મેળાની રચનાની માહિતી આપવામાં આવી હતી. આ અવસરે શ્રી એમ.પી. પંડ્યા શાળા,  જેતલપુરના વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેશ મોબ/નાટિકાનું સુંદર મંચન કરવામાં આવ્યું. આ વિધાર્થીઓ દ્વારા અમદાવાદના ૩૦૦થી વધુ સ્થાનો પર ફ્લેશ મોબ/નાટિકા દ્વારા મેળા વિષય માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો સહીત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
gujaratHanumanjiHindu SocietyHindu Spiritual and Service InstituteHindu Spiritual Service FairP.H. Swami Shri MadhavpriyadasjiShakti
Advertisement
Next Article