For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાટણમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ યોજી દારૂની મહેફિલ

05:15 PM Dec 09, 2024 IST | revoi editor
પાટણમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ યોજી દારૂની મહેફિલ
Advertisement
  • હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિની હોસ્ટેલમાં જ દારૂની મહેફિલ,
  • હોસ્ટેલના રેક્ટરને ધમકી આપીને કારથી કચડવાનો પ્રયાસ,
  • આણંદના ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં બહારગામના બાસ્કેટ બોલની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા હોબાળો મચ્યો હતો. બાસ્કેટ બોલના ખેલાડીઓ  યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાં દારૂની મહેફિલ માણતા હતા. દરમિયાન હોસ્ટેલના રેક્ટરે તેમને દારૂ પીતા અટકાવતાં દાદાગીરી કરી રેક્ટરને  રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ભાગી રહેલા ખેલાડીઓને અટકાવવા જતા રેક્ટર ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અન્ય કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેતા કાર ઉભી રાખતા આણંદના ત્રણ ખેલાડીઓને પકડી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી ત્રણેયને પોલીસ મથકે લવાયા હતા.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, પાટણમાં  જીમખાના ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાના ખેલાડીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા હોસ્ટેલમાં રખાયા હતા. જે પૈકી રૂમ નંબર છ ના ત્રણ જેટલા વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. ફરજ પરના રેક્ટરે તેઓને અટકાવતા તેમની સાથે બોલાચાલી કરી પોતાની કાર લઈ નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રેક્ટર અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા કારને રોકવા જતા કાર તેમની ઉપર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય સિક્યુરિટી ગાર્ડ તેમજ કર્મચારીઓએ મેન ગેટ બંધ કરી  દેતા કાર ઉભી રહેતા ત્રણેય વિદ્યાર્થીઓને પકડી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિદેશી દારૂને લઈને વિવાદમાં આવી છે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણ રમત ગમત સંકુલ ખાતે બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત ભરના ખેલાડીઓ આ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેનારા મોટાભાગના વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઋષા બોયઝ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ગતરોજ રાત્રીના સમયે હોસ્ટેલના રૂમ નંબર 6 માં કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાં મોટા અવાજે ગીતો વગાડી ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અવાજ જોઈને હોસ્ટેલના વોર્ડન આવ્યા હતા અને દરવાજો ખોલાવ્યો હતો. ત્યારે દરવાજો ખોલતા જે વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. હોસ્ટેલના વોર્ડને તેઓને આવું ન કરવા અટકાવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહિ, પોતાની કાર લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન યુનિવર્સિટીનો મેન ગેટ સિક્યોરિટી દ્વારા બંધ કરી દેવાતા કાર ઉભી રખાઈ હતી, ત્યારે ફરજના સિક્યુરિટી ગાર્ડે કારમાંથી ત્રણ જેટલા વિદ્યાર્થીઓને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આ વિદ્યાર્થીઓ આણંદના હોવાનું સામે આવ્યું છે.

Advertisement

હોસ્ટેલના રેક્ટર લાડજી ઠાકોરે જણાવ્યું કે, ગત સાંજના સમયે સિક્યુરિટી ગાર્ડ દ્વારા મને જાણ કરવામાં આવી હતી કે રૂમ નંબર 6 માં ખેલાડીઓ દ્વારા મોટા અવાજે ગીતો વગાડી રહ્યા અને કાંઈક થઇ રહ્યું છે. ત્યાર બાદ હું ત્યાં હોસ્ટેલ ખાતે પહોંચી રૂમ નંબર 6 ખખડાવ્યો હતો. રૂમ અંદરથી ખોલતા 6 જેટલાં ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું હતું. જેથી મેં પૂછ્યું કે, આ શું કરી રહ્યા છો. તો તે ખેલાડીઓ મારી સાથે અસભ્ય વર્તન કરી મને રૂમમાં પુરી દીધો હતો. મારાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા રૂમ ખોલી મને બહાર કાઢવામાં આવ્યો હતો. આ બાબતની જાણ મેં ઓર્ગેનાઇઝર વિનોદ ચૌધરીને કરી હતી. ત્યાર બાદ દારૂ પીધેલ હાલતમાં ખેલાડી કાર લઈ મારા પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં મારો બચાવ થયો હતો. તો ઘટનાને લઇ યુનિવર્સિટીના તમામ ગેટ બંધ કરવા મેં સૂચના આપી હતી. આ બાબત ની જાણ યુનિવર્સિટી કુલપતિ અને પોલીસને કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોને ઝડપી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે લઇ ગઈ હતી. જ્યાં મેં દારૂ પીધેલ ખેલાડીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી હતી.  આણંદના ત્રણ ખેલાડીઓને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. ખેલાડીઓ ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રમવા આવ્યા હતા, જેથી ઘટના બાદ આણંદની ટીમના ડિસ્ક્વોલિફાય કરાઈ હતી.

Advertisement
Tags :
Advertisement