હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જૈનોના આસ્થા કેન્દ્ર એવા આબુના દેલવાડાની કાલે 22મી માર્ચે તિર્થયાત્રા શરૂ કરાશે

05:39 PM Mar 21, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ રાજસ્થાનમાં આબુમાં આવેલા દેલવાડા જૈનો માટે આસ્થાનું અને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર ગણાય છે. દેલવાડાના દેરા વાસ્તુકલા અને શિલ્પ માટે ખુબ વિખ્યાત છે આશરે આજથી 100 વર્ષ પહેલા દર ફાગણ વદ આઠમ એટલે કે આદેશ્વર ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણકના પવિત્ર દિવસે અણાદરા કે જ્યાં હાલમાં ભેરુતારક તીર્થથી પગપાળા સાતથી 8 કિલોમીટર કાચા રસ્તે પહાડી ઉપર થઈને દેલવાડાના દર્શને લોકો આવતા હતા. પરંતુ આ પરંપરા ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી. હવે આ પંપરાને પુનઃ જીવિત કરીને કાલે તા. 22મી માર્ચના રોજ શ્રાવક શ્રાવિકોઓ માટે પગપાળા તિર્થ યાત્રાનો યોજાશે.

Advertisement

માઉન્ટ આબુમાં દેલવાડાના દેરા જૈનો માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે. આ વર્ષે ફાગણ વદ આઠમના રોજ 65 વર્ષ બાદ 22મી માર્ચના દિવસે ફરીથી આ બંધ થયેલી એક પરંપરાને પુનર્જીવિત કરવાનું કાર્ય શેઠ કલ્યાણજી પરમાનંદજીની પેઢી દ્વારા નક્કી કરાયું છે. આ દિવસે દેશભરમાંથી આશરે 4000 જૈન શ્રાવક, શ્રાવિકા અને વિશેષરૂપે યુવાનો પગપાળા પહાડના રસ્તે ચઢીને દેલવાડા આવશે. દેલવાડા તીર્થે ફાગણ સુદ તેરસ એટલે કે છ-ગાઉની ફેરીની જેમ પાલની વ્યવસ્થા રખાઈ છે.

સ્નાન કરીને પૂજાની વ્યવસ્થા તેમ જ ગુરુ ભગવંતોના વ્યાખ્યાન રહેશે. દેશભરના નામી અનામી 15 જેટલા સંગીતકારો નિસ્વાર્થ ભાવે ભક્તિ કરાવવા માટે પધારશે. આશરે 100 વર્ષ પછી પરંપરાને પુનર્જીવિત કરાશે તિર્થયાત્રામાં યશોવિજયસૂરીશ્વરજી મ.સા.ની સાથે 150થી અધિક શ્રમણ શ્રમણી ભગવંતો ભાગ લેશે

Advertisement

આ પરંપરામાં નિશ્રા પ્રદાન કરવા માટે ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરીશ્વરજી મ. સા., પૂજ્ય ભાગ્યેશવિજયસૂરીશ્વરજી મ.સા. આદિ 150થી અધિક શ્રમણ શ્રમણી ભગવંતો પધારશે. દરેક ગચ્છ અને સમુદાયના ગુરુ ભગવંતો દ્વારા આ પરંપરા પુનર્જીવિત થવા માટેના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે આજથી બે વર્ષ પૂર્વે અમદાવાદમાં “વિરાસતનો વારસો” એટલે કે મીરપુર તીર્થના પવિત્ર આલંબને હજારો લોકોને ભક્તિમાં જોડ્યા હતા.તે અમદાવાદના યુવાનોની ટીમ દ્વારા આ આયોજન શેઠ કલ્યાણજી પરમારનંદજી પેઢીના સંપૂર્ણ નેજા અને માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. દેલવાડાના દેરામાં એક દિવસીય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે.

Advertisement
Tags :
Aajna SamacharAbu - DelwadaBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatespilgrimage on 22nd MarchPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article