વડોદરાની જનતાને મળ્યું નવું નઝરાણું : 34 લાખના ખર્ચે બન્યું મ્યુઝિકલ ગાર્ડન
વડોદરાનાં કલા પ્રેમી નગરજનોને નવું એક નઝરાણું મળ્યું છે. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લની ગ્રાન્ટમાંથી જ્યૂબિલી બાગ ખાતે 34 લાખના ખર્ચે તૈયાર થયેલ મ્યૂઝિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડો હેમાંગ જોશી, વડોદરાના મેયર પિન્કીબહેન સોની, શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વડોદરા મહાનગર પાલિકાએ જ્યૂબિલીબાગ ખાતે પશ્ચિમી વાદ્યોનું ઈન્સ્ટોલેશન કર્યું,,, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વડોદરાના નગરજનો માટે શરૂ કરવામાં આવેલ મ્યુઝિકલ ગાર્ડનમાં કેજો ડ્રમ, ઝાયલો, રેમ્બો સાંબા, હારમોની બિલ્સ સહિતના સંગીતના સાધનો બેસાડવામાં આવ્યા છે. દર રવિવારે વાદ્યકારો આ વાદ્યો વગાડશે. આ સાથે જેને પણ વાદ્ય વગાડતા શિખવું હોય તેની ટ્રેનિંગ આપશે.
આ વાદ્યોને વાતાવરણની કોઈ અસર નહીં થાય. તેમજ નાના મોટા સહુકોઈ તેને વગાડીને સંગીતનો આનંદ માણી શકશે .તેમજ મેડિટેશન માટે પણ વાદ્યોનો ઉપયોગ કરી શકાશે.