For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દાંતાના મંડારાવાસ ગામના લોકોએ ફાળો ઉઘરાવીને નદી પર નાનો બ્રિજ બનાવી દીધો

05:01 PM Aug 29, 2025 IST | Vinayak Barot
દાંતાના મંડારાવાસ ગામના લોકોએ ફાળો ઉઘરાવીને નદી પર નાનો બ્રિજ બનાવી દીધો
Advertisement
  • ગ્રામજનોએ સરકારને અનેકવાર રજુઆત કરી છતાંયે બ્રિજ ન બનાવ્યો,
  • અપના હાથ જગન્નાથનું સૂત્ર અપનાવીને ગ્રામજનોએ શ્રમદાન પણ કર્યું,
  • કીડી મકોડી નદીમાં પાણીને લીધે 200 બાળકો શાળાએ જઈ શકતા નહતા

પાલનપુરઃ બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડારાવાસ અને બોરડીયાળા ગામ વચ્ચે આવેલી કીડી મકોડી નદી પર બ્રિજ ન હોવાને લીધે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હતી, આ અંગે ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ મુખ્યમંત્રી સુધી રજુઆતો કરીને નદી પર બ્રિજ બવાવવાની માગણી કરી હતી. છતાં બ્રિજ ન બનાવાતા ગ્રામજનોએ ભેગા થઈને ફાળો ઉઘરાવીને જાત મહેનત કરીને નદી પર નાનો બ્રિજ બનાવી દીધો છે. બ્રિજ બનાવવામાં બન્ને ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો પણ શ્રમદાન કરીને ગામની સમસ્યા હલ કરી છે.

Advertisement

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મંડારાવાસ અને બોરડીયાળા ગામ વચ્ચે આવેલી કીડી મકોડી નદી પર ગ્રામજનોએ નાના બ્રિજનું નિર્માણ કર્યું છે. આઝાદીથી આજ સુધી આ નદી પર બ્રિજ ન હતો. ચોમાસામાં 200થી વધુ બાળકો શાળાએ જઈ શકતા ન હતા. ગ્રામજનોને ડેરીમાં દૂધ ભરવા જવામાં મુશ્કેલી પડતી હતી. ગ્રામજનોએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી. સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં ગ્રામજનોએ જાતે પહેલ કરીને ગામમાંથી ફાળો એકઠો કરીને જેસીબી અને ટ્રેક્ટરની મદદથી અને ગ્રામજનોના શ્રમદાનથી નાનો બ્રિજ બનાવી દીધો છે.

મંડારાવાસના ગ્રામજનોના કહેવા મુજબ થોડા સમય પહેલાં એક ગંભીર ઘટના બની હતી. 40થી વધુ બાળકો શાળાએથી પરત ફરતી વખતે નદીમાં ફસાયા હતા. નદીમાં અચાનક પાણી આવવાથી તેઓ કલાકો સુધી અટવાયા હતા. આ ઘટના પછી ગ્રામજનોએ પુલ બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે પુલના નિર્માણથી ગ્રામજનોને હોસ્પિટલ સહિતની આવશ્યક સેવાઓ મેળવવામાં સરળતા રહેશે. પુલના નિર્માણ બાદ ગ્રામજનોએ ગરબા રમીને ખુશી વ્યક્ત કરી હતી. જોકે, સરકારી તંત્રની નિષ્ક્રિયતા પર નારાજગી પણ વ્યક્ત કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement