For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતની જનતાને ગરમીમાં મળશે થોડી રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે

05:08 PM Mar 25, 2025 IST | revoi editor
ગુજરાતની જનતાને ગરમીમાં મળશે થોડી રાહત  તાપમાનમાં 2 3 ડિગ્રીનો ઘટાડો થશે
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના આણંદમાં આજે મંગળવારે યલો અલર્ટ સાથે હિટવેવની આગાહી કરી હતી. હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવનની દિશા હોવાથી આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનના ઘટશે અને ત્યારબાદ ફરી તાપમાન ઊંચું જવાની શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાનની આગાહી કરી છે.

Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત 9 જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં વી.વી. નગરમાં સૌથી વધુ 41.3 મહત્તમ તામપામ રહ્યું હતું. જ્યારે હવામાન વિભાગે આગામી 31 માર્ચ સુધી ગરમીને લઈને આગાહી કરી છે. જેમાં આજે આણંદ જિલ્લામાં હિટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે મંગળવારની સવારે 8:30 વાગ્યા સુધીમાં પુરા થતાં 24 કલાકમાં  સૌથી વધુ વી.વી. નગરમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, અમરેલી, રોજકોટ, કેશોદમાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું. તેમજ પોરબંદરમાં 38.6 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, ડીસામાં 39.3 ડિગ્રી, ભાવનગરમાં 38.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.  આગામી 31 માર્ચ સુધી રાજ્યમાં શુષ્ક હવામાનની શક્યતા દર્શાવવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement