આતંકવાદ સામેની લડાઈમાં વિપક્ષે પણ મોદી સરકારને સમર્થન આપ્યું
11:47 AM Apr 25, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદ પરિસરમાં મળેલ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકર, વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
Advertisement
બેઠકમાં આતંકી હુમલા બાદ આગળની રણનીતિ પર વિસ્તારથી ચર્ચા કરાઈ હતી.. તો દરેક પાર્ટીએ આ આતંકવાદ સામે લડવા અને સરકાર સાથે રહેવા જણાવ્યું હતું.. બેઠકની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement