For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરકારી અને ગ્રાન્ટેડ ડિપ્લામાની ઈજનેરી કોલેજોમાં ગત વર્ષની તુલનાએ 4.11 ટકા વિદ્યાર્થીઓ વધ્યા

04:27 PM Aug 13, 2025 IST | Vinayak Barot
સરકારી અને ગ્રાન્ટેડ ડિપ્લામાની ઈજનેરી કોલેજોમાં ગત વર્ષની તુલનાએ 4 11 ટકા વિદ્યાર્થીઓ વધ્યા
Advertisement
  • ડિપ્લોમાની ઈજનેરી કોલેજામાં વિદ્યાર્થી વધ્યા છતાં 2612 બેઠક ખાલી રહી,
  • ડિપ્લામાની વિવિધ શાખાઓમાં ઓવરઓલ 24 ટકા વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો,
  • ખાલી રહેલી બેઠકોના પ્રવેશના રાઉન્ડમાં 3817 વિદ્યાર્થીએ ભાગ લીધો

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 પછીના ડિપ્લામા ઈજનેરીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશના અંતિન રાઉન્ડ બાદ 2612 બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી બેઠકોના પ્રવેશના રાઉન્ડમાં 3817 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, જે પૈકીના 1168 વિદ્યાર્થીને મેરીટ નંબર તથા તેમના દ્વારા ભરાયેલી કોલેજોની પસંદગીના આધારે રાઉન્ડ-3માં નવો પ્રવેશ ફાળવાયો છે.રાઉન્ડ-3માં 65 ઉમેદવારોને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાંથી સરકારી કોલેજોમાં પ્રવેશ તબદીલ કરવાની તક મળી છે.

Advertisement

એસીપીસીના સૂત્રોના જમાવ્યા મુજબ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં આ વર્ષે 22213 બેઠકમાંથી 19601 વિદ્યાર્થીએ પ્રવેશ નિશ્ચિત કરાવતાં 2612 બેઠક ખાલી રહી છે. ઓવરઓલ 88.24 ટકા વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. ગયા વર્ષે આટલી જ બેઠકમાંથી 18684 વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે, જેની ટકાવારી 84.11 હતી. આમ ગત વર્ષ કરતાં આ વર્ષે 4.11 ટકા વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. રાઉન્ડ-3માં 65 વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સમાંથી સરકારી કૉલેજોમાં પ્રવેશ લીધો હતો. શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્રવેશ પ્રક્રિયામાં ધોરણ 10 પછી ડિપ્લોમા ઈજનેરી કોર્સ પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ સરકારી અને અનુદાનિત કોલેજોની ખાલી રહેલી 3287 બેઠકો ઉપર આઠમી ઑગસ્ટે પ્રવેશ એલોટમેન્ટની જાહેરાત કરી હતી. ખાલી રહેલી બેઠકોના પ્રવેશના રાઉન્ડમાં 3817 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, જે પૈકીના 1168 વિદ્યાર્થીને મેરીટ નંબર તથા તેમના દ્વારા ભરાયેલી કોલેજોની પસંદગીના આધારે રાઉન્ડ-3માં નવો પ્રવેશ ફાળવાયો છે.રાઉન્ડ-3માં 65 ઉમેદવારોને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાંથી સરકારી કોલેજોમાં પ્રવેશ તબદીલ કરવાની તક મળી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement