કચ્છના પચ્છમ પંથકમાં ઊંટની સંખ્યા 845થી ઘટીને 475 થતા માલધારીઓ બન્યા બેકાર
- રણોત્સવ દરમિયાન માલધારીઓ ઊંટ સવારી કરીને રોજગારી મેળવે છે
- બન્ની વિસ્તારમાં ઊંટડીના દૂધ કલેકશન કેન્દ્ર ન હોવાથી આવક પર અસર
- ઉદ્યાગો વધતા ઊંટ માટે ચરિયાણ અને પાણીની પણ સમસ્યા
ભૂજઃ કચ્છના પચ્છમ પંથકમાં માલધારીઓ ઊંટ પાલનનો વ્યવસાય કરીને રોજગારી મેળવતા હોય છે. ત્યારે છેલ્લા વર્ષોથી ઊંટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પચ્છમ પંથકના 12 સમુદાયોમાં માત્ર 3 વર્ષમાં ઊંટોની સંખ્યા 845થી ઘટીને 475 થઈ ગઈ છે. ઊંટની સંખ્યામાં ઘટાડાના ઘણા કારણો છે. જેમાં . રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને ઊંટ સવારી કરાવીને માલધારીઓ રોજગારી મેળવતા હતા. પરંતુ હવે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં તેમની આવક પર અસર પડી છે. આ ઉપરાંત વધતા જતા ઉદ્યોગોને કારણે ચરિયાણ માટેના સીમાડાઓ ઘટી રહ્યા છે. આ પરિસ્થિતિમાં માલધારીઓને પરિવાર સાથે ભટકતું જીવન જીવવું પડે છે. એટલે હવે ઊંટપાલન માલધારીઓને મોંઘુ પડી રહ્યું છે.
કચ્છના રણના વહાણ તરીકે ઓળખાતા આ સંધી જાતના ઊંટો તેમના વિશિષ્ટ શણગાર અને તાલીમ માટે જાણીતા છે. રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને ઊંટ સવારી કરાવીને માલધારીઓ રોજગારી મેળવતા હતા. પરંતુ હવે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં તેમની આવક પર અસર પડી છે. રાપર, ભુજ અને નખત્રાણા વિસ્તારમાં ઊંટડીના દૂધના કલેક્શન સેન્ટર કાર્યરત છે. આ કેન્દ્રો દ્વારા રોજનું 5000 લીટર ઊંટડીનું દૂધ એકત્રિત થાય છે. પરંતુ પચ્છમ પંથકમાં આવા કેન્દ્રોનો અભાવ હોવાથી માલધારીઓને દૂધનું યોગ્ય બજાર મળતું નથી.
આ ઉપરાંત ઊંટપાલકોને પાણી અને ચરિયાણની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ચરિયાણ માટેના સીમાડાઓ ઘટી રહ્યા છે. આ પરિસ્થિતિમાં માલધારીઓને પરિવાર સાથે ભટકતું જીવન જીવવું પડે છે. આ તાલીમબદ્ધ ઊંટો સંધી સમા, સુમરા, સોઢા, રાજપૂત, નોડે, ભિયા, ખત્રી સહિત વિવિધ સમાજો દ્વારા પાળવામાં આવે છે. બન્ની વિસ્તારના નિરોણામાં મિલ્ક કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવે તો ઊંટોની સંખ્યામાં વધારો થઈ શકે છે.